અંબાજી ધામમાં પ્રશ્વિમ બંગાળથી આવેલા 54 લોકો યે આરોગ્ય વિભાગને દોડતા કર્યા

ગુજરાત ના લોકપ્રિય શક્તિ પીઠ અંબાજી હાલમા સંપૂર્ણ બંદ છે, અંબાજી મંદિર ખાતે ભક્તો માટે દર્શનની વ્યવસ્થા ત્રણ દિવસથી બંદ કરવામાં આવી છે ત્યારે આજે અંબાજી ખાતે આવેલા કલકત્તા પાસેના 54 લોકો અંબાજી ની અર્બુદા હોટલમા રોકાયા હતા આ માહિતીથી આરોગ્ય વિભાગ દોડ્યું હતુ અને બપોરે મીડિયાની હાજરીમાં હોટલમા તમામ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
આજે અર્બુદા ગેસ્ટ હાઉસમાં એક લક્ઝરી બસ ભરીને યાત્રાળુઓ પ. બંગાળ થી આવેલા છે તેવી માહિતીના પગલે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તેમજ પ્રા. આ. કે. સેબલ પાણી ના મેડીકલ ઓફિસર અને ટીમ સાથે અર્બુદા ગેસ્ટ હાઉસની મુલકાત લઈ 32 પુરુષ અને 24 સ્ત્રી એમ કુલ 56 લોકોની તપાસ કરી જેમાંથી એક પણ કોરોના શંકાસ્પદ કેસ મળેલ નથી સાથે આરોગ્ય વિભાગ તરફથી આ લોકોને અપીલ કરવામાં આવી કે તમામને છીંક કે ઉધરસ આવે તો મોઢા પર રૂમાલ રાખવો, ભીડભાડમાં ના જવું, લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી વગેરે બાબતો ની જાણકારી આપી. હાલ આખા દેશ મા કોરોના વાઇરસ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આજે અંબાજી ની હોટલ મા આરોગ્ય વિભાગ ની ટીમ આવતા અંબાજીમા ચકચાર મચી જવા પામી હતી.