જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ સમજાવટની લોકોમાં પ્રસંશા

જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ સમજાવટની લોકોમાં પ્રસંશા
Spread the love
  • જૂનાગઢ તાલુકાનાં ચોબારી ગામે ઉમરભાઈ અલારખ્ખાભાઈ ગામેતી ની દીકરી હિનાબાનું ના લગ્ન હોઈ, આજરોજ તેની દાવત રાખવામાં આવેલ અને જમણવાર હોઈ, લગ્ન માટે લોકો એકત્રિત થનાર હતા.

હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસના ફેલાવા અનુસંધાને લગ્ન પ્રસંગે જમણવાર રાખવો તથા એકત્રિત થવું એ જોખમકારક હોઈ, ભેગા થયેલા લોકો ને જ ચેપ લાગવાની શક્યતા હોઈ, આ બાબત જૂનાગઢ પોલીસ વડા શ્રી સૌરભ સિંઘના ધ્યાન ઉપર આવતા, જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોસઇ વી. યુ. સોલંકી તથા સ્ટાફના હે.કો. નિલેશભાઈ ભેટારિયા, નાથાભાઈ પો.કો. સંજયસિંહ, જૈતાભાઈ, સહિતના સ્ટાફ દ્વારા સમાજના આગેવાનો હનીફભાઇ સુલેમાનભાઈ હાલા, મહમદ હુસેનભાઇ હાલા, વિગેરે તથા ઉમરભાઈ અલારખ્ખાભાઈ ગામેતીને રૂબરૂ મળી, જાહેર હિત તથા સમાજના લોકોના હિત માટે સમારંભ કેન્સલ રાખવા તથા સાદાઈથી લગ્ન વિધિ કરવા સમજાવતા, તેઓએ જૂનાગઢ પોલીસની વિનંતિ ગ્રાહ્ય રાખી, પોતાની દીકરીના લગ્ન સાદાઈથી કરવા તથા દાવત જમણવાર નો કાર્યક્રમ હાલ મોકૂફ રાખી, કોરોના વાયરસનો ખતરો ટળ્યા બાદ યોજવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

જાહેર હિત માટે લેવામાં આવેલ ગામેતી સમાજના આગેવાનો હનીફભાઇ સુલેમાનભાઈ હાલા, મહમદ હુસેનભાઇ હાલા તથા ઉમરભાઈ ગામેતીના લોકોના કલ્યાણ માટે લેવામાં આવેલ નિર્ણયને જૂનાગઢ પોલીસ દ્વારા સરાહના કરવામાં આવેલ હતી. હાલમાં કોરોના વાયરસનો ફેલાવો થઈ રહેલ હોઈ, એવા સંજોગોમાં જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ સમજાવટ અને ગામેતી સમાજ દ્વારા લેવામાં આવેલ નિર્ણયની લોકોમાં પ્રસંશા થઈ રહેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200323-WA0208.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!