મોરબી જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે : 3.13 લાખ લોકોના આરોગ્યની તપાસણી

મોરબી જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે : 3.13 લાખ લોકોના આરોગ્યની તપાસણી
Spread the love
  • આરોગ્ય વિભાગની 777 ટિમો મેદાનમાં : 2233 લોકોને સામાન્ય શરદી અને ઉધરસ હોવાનું સામે આવ્યું, કોઈ મેજર કેસ ન નીકળ્યા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાને અટકાવવા આરોગ્ય વિભાગ કમર કસી રહ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની 777 ટિમો મેદાનમાં ઉતરી છે અને ડોર ટુ ડોર સર્વે કરી રહી છે. જેમાં હાલ 3.13 લાખ લોકોની આરોગ્ય તપાસણી પૂર્ણ થઈ છે. જેમાં 2233 લોકોને સામાન્ય શરદી અને ઉધરસ હોવાનું સામે આવ્યું છે કોઈ મેજર કેસ જોવા મળ્યો નથી. જો કે હજુ આ સર્વે ચાલુ જ રહેવાનો છે.

ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર મચાવવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના 30 પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. જેથી તમામ જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર વધુ સતર્ક બની ગયું છે. ત્યારે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે હાથ ધરી દીધો છે. જેમાં આરોગ્યની 777 ટિમો દ્વારા 63678 ઘરોમાં જઈને 3,13,237 લોકોની આરોગ્ય તપાસ કરી છે. જેમાં 2233 લોકોને સામાન્ય શરદી અને ઉધરસ હોવાનું સામે આવ્યું છે.

જો કે આ તપાસણી દરમિયાન કોઈ મેજર કેસ સામે ન આવ્યો હોવાનું આરોગ્ય વિભાગના એપિડેમીક અધિકારી ડો. ચેતન વારેવડીયાએ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં હાલ 22 જેટલા લોકો હોમ ક્વોરોન્ટાઇન હેઠળ છે. જયારે એક વ્યક્તિ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં છે. અત્યાર સુધીમાં 122 લોકોનો ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

19-44-47-IMG-20200323-WA0048-768x432-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!