જાંબુડી અને છાપરી બોર્ડર રાજસ્થાન પોલીસ એ સીલ કરી, વાહન વ્યવહાર અટક્યો

કોરોનાને લઈને સમગ્ર દેશ જ્યારે ચિંતિત છે ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા ૩૧મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર આવેલું શક્તિપીઠ અંબાજી અંબાજી શક્તિપીઠ આસપાસ જાંબુડી અને છાપરી રાજસ્થાન સરહદ રાજસ્થાન પોલીસ દ્વારા સીલ કરવામાં આવતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી જોવા મળી હતી. અંબાજી પાસે છાપરી રાજસ્થાન સરહદ રાજસ્થાન સરકાર દ્વારા રવિવાર થી સીલ કરવામાં આવી હતી અને આજે આ રાજ્ય સરહદ વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકવામાં આવતા વાહન ચાલકો ભારે હેરાન થયા હતા અહી રાજસ્થાન પોલીસ ના જવાન ચોકી પર ફરજ બજાવતા જોવા મળ્યા હતા.
અમિત પટેલ (અંબાજી)