સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં વેપાર ધંધા સ્વયંભૂ અને સજ્જડ બંધ રહ્યા

- સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓએ પી.એમ. નરેન્દ્ર મોદીના આદેશનું પાલન કરી લોકોએ ઘરમાં રહી રાષ્ટ્ર ભાવના બતાવી.
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કરફ્યુ ના પગલે સજ્જડ બંધ જોવા મળ્યુ હતું રસ્તા અને રોડ શહેરમાં સુમસામ બન્યા વેપારીઓ પોતાના ધંધા રોજગાર અને પાનમાવાના ગલ્લા અને ચાની રેંકડીઓ ઉપરાંત તમામ હોટલો રેસ્ટોરન્ટ સહિતની દુકાનો બંધ રાખી અને શહેરની જનતાએ પોત પોતાના ઘરમાં રહી દેશના પી એમ મોદીસાહેબના આદેશનુ પાલન કરી જનતા કરફ્યુમાં લોકો પોતાની રીતે સ્વૈચ્છિક રીતે ધંધા વેપાર બંધ રાખી ઘરમાં રહી દેશ હિતમાં રહી દેશ ભાવના લોકોએ બતાવી હતી જયારે લોકો ની અને તેમના પરિવાર ની ચિંતા દેશના વડાપ્રધાન કરતાં જનતા એ તેમને સહકાર આપી પોતાનો વ્યવસાય બંધ રાખી પોતે ઘરમાં રહેવાનો અને બિજાને પણ ઘરમાં રહેવાનુ સમજાવી આવો સુંદર નિર્ણય લઈ ઘરે બેસીને રાષ્ટ્ર સેવાના ભાગીદાર બનયા હતા.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા