જૂનાગઢમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના ખરીદ વેચાણનો સમય નિશ્વિત કરાયો

Spread the love

નોવેલ કોરોના કોવીડ-૧૯ વાયરસની મહામારીથી જૂનાગઢ જિલ્લાને બચાવવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા એક હુકમ પ્રસિધ્ધ કરી સમગ્ર જિલ્લામાં જીવન જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓનાં ખરીદ વેચાણ કેન્દ્રો માટે ચોક્કસ સમય નિયત કરવામાં આવ્યો છે. આ સમયની પાબંદીનો અમલ નહિં કરનાર સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ-૫૧ મુજબ તથા ભારતિય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આવશ્યક ચીજવસ્તુઓનાં વેચાણ કેન્દ્રો જેવા કે અનાજ-કરીયાણાની દુકાનો, દુધની ડેરીઓ, ફળો-શાકભાજીનાં વેચાણ કેન્દ્રો, શાકભાજીની લારીઓ, વિગેરે જેવા સ્થળો સવારે ૮ થી ૧૦ અને બપોર બાદ ૩ થી ૫ સુધી વેચાણ કરશે. ઊપરાંત હોમ ડિલીવરી માટેનો સમય ૧૨ થી ૩ નો રહેશે.

ઊપરાંત આયુર્વેદીક, એલોપેથીક, હોમીયોપેથીક દવાઓનું વેચાણ કરતા મેડીકલ –સર્જીકલ સ્ટોર સવારે ૮ થી ૧૦ તથા બપોરે ૩ થી ૫ સુધી ખુલ્લા રહશે. તેમજ હોમ ડિલીવર ૨૪ કલાક કરી શકશે. જ્યારે અનાજ કરીયાણાનાં હોલસેલ વેપરીઓએ છુટક દુકાનદારોને વેચાણ માટેનો સમય ૧૧ થી બપોરે ૨ કલાક સુધીનો નક્કિ કરાયો છે. ઊપરાંત છુટક વેચાણ કેન્દ્રો પર લોકો ખરીદી કરવા આવે ત્યારે આરોગ્ય વિભાગની માર્ગદર્શીકા મુજબ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે યોગ્ય અંતર રાખી ઊભા રખાવી વેચાણ કરવાનું રહેશે. તેમજ તકેદારીનાં આવશ્યક તમામ પગલાઓ લેવાનાં રહેશે તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.સૈારભ પારઘી દ્વારા જણાવ્યુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!