૧૪ એપ્રિલ સુધી કનકાઇ અને બાણેજ મંદિરે જતા યાત્રાળુઓ માટે પ્રતિબંધ
જૂનાગઢ તા.૨૬ નોવેલ કોરોના કોવીડ-૧૯ વાયરસનાં સંક્રમણને ખાળવા અને તકેદારી વર્તવા ગીર મધ્યે આવેલ કનકાઇ અને બાણેજ મંદિર જતા યાત્રાળુઓ માટે તા.૧૪ એપ્રિલ સુધી પ્રતિબંધ રહેશે.રાજ્ય સરકાર દ્વારા પ્રસિધ્ધ થયેલ એડવાઈઝરી મુજબ ગિર પશ્વિમ વન વિભાગનાં કાર્યક્ષેત્રમાં આવતા કનકાઇ મંદિર તથા બાણેજ મંદિર જતા યાત્રાળુઓને આપવામાં આવતી પરવાનગી તા.૧૪ એપ્રિલ ૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવી છે. જેની યાત્રાળુઓએ નોંધ લેવા નાયબ વન સંરક્ષકશ્રી ગીર પશ્વિમ વિભાગ દ્વારા જણાવાયુ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ