જૂનાગઢ : સ્વામીનારાયણ મુખ્ય મંદિરના ઉતારાના ૧૦૦ રૂમ જરૂર પડયે આઈસોલેશન માટે અપાશે
શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરના કોઠારી સ્વામીશ્રી પ્રેમસ્વરૂપદાસજી એ હરિભકતોના ઉતારા માટે સ્વામી મંદિર ખાતે ૧૦૦ જેટલા રૂમની સુવિધા છે. તે તમામ રૂમ જરૂર જણાયે જિલ્લા વહીવટીતંત્રને આઈસોલેશન માટે અપાશે. મેડીકલ ઈમરજન્સીમાં હરિભકતો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા દર્દીનારાયણોની સેવા માટે આપવામાં આવશે. સ્વામીનારાયણ ભગવાનના કૃપા મુજબ અને આચાર્ય મહારાજની પ્રેરણા મુજબ આ તમામ સુવિધાઓ તંત્રને જરૂર મુજબ સોંપવામાં આવશે. તેમ કોઠારી સ્વામી એ વધુમાં જણાવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ