જૂનાગઢ : સ્વામીનારાયણ મુખ્ય મંદિર દ્વારા રૂ.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ

કોરોના મહામારી સંદર્ભે શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ દ્વારા રૂ.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરાયો છે. જૂનાગઢ કલેકટર કચેરી ખાતે આજે શ્રી સ્વામીનારાયણ મંદિર દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદશ્રી મહારાજ તથા નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી શ્રી રાધારમણ ટ્રસ્ટ વહીવટી સમિતિ જૂનાગઢ તરફથી જિલ્લા કલેકટર ડો.સૈારભ પારઘીને મંદિરના મુખ્ય કોઠારી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી,રાધારમણ ટેમ્પલ વોર્ડના ચેરમેનશ્રી રતિભાઈ ભાલોડિયા, અને સૈારાષ્ટ્ર બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી છેલશંકરભાઈ જોષીની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર કુદરતી કે કૃત્રીમ આપત્તિઓમાં હમેશા લોકોને સહયોગી બની સેવાની સુવાસ ફેલાવે છે. પુર-દુષ્કાળ કે અછતના સમયે ફુડ પેકેટ બનાવવાથી માડીને છાસનું વિતરણ કરવા સહિતનુ સેવાકીય યોગદાન આપે છે. આ તકે, કોઠારી સ્વામી એ હરિભકતોને અપીલ કરતા જણાવ્યું કે, કોરોના સંદર્ભે મંદિરે ન આવવા સાથે લોકડાઉન મુજબ સૈાને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ