વડોદરા : તંત્રની બેદરકારી, કોરંટાઇલ કરાયેલા લોકોની હાલત કફોડી

- તંત્રની બેદરકારી, કોરંટાઇલ કરાયેલા લોકોની હાલત કફોડી
કોરોનાને લઈને અત્યાર સુધી છ થી વધારે દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે એક તરફ સરકાર કોરોનને લઈને ચિંતા વ્યક્ત કરી રહી છે તો બીજી તરફ કોરંટાઇલ કરાયેલા અમુક લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી સેવાઓથી હજુ સુધી વંચિત છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતો એક પરિવાર 22મી માર્ચના રોજ અમેરિકાથી પરત ફર્યો ત્યારથી અત્યાર સુધી આરોગ્ય ખાતામાંથી ફક્ત એક જ વાર મુલાકાત લેવામાં આવી છે. ત્યાર પછી આજ રોજ સુધી આરોગ્ય ખાતામાંથી કોઈ પણ કર્મચારી આવ્યું નથી જેને લઈને પરિવારના લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની અછત ઉભી થઇ છે.
પરિવારજનો દ્વારા વડોદરા વોર્ડ 3ના આરોગ્ય અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું કે તમને અમે મદદ પુરી પાળી શકીશું નહિ. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર એન.બી. ઉપાધ્યાય સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી. સમગ્ર ઘટનાની જાણ વડોદરાના મીડિયાકર્મીઓને થતા પત્રકાર મિત્રો દ્વારા દૂધ, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પરિવારના લોકો સુધી પહોંચાડવામાં હતી. આજે 5-5 દિવસ વીતી ગયા છતાં તંત્ર આ ગંભીર ઘટનાને ધ્યાનમાં લેતું નથી.