કોરોના ખતરોઃ રાજ્ય સરકારે વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
ગાંધીનગર,
કોરોનાએ આખા વિશ્વને હચમચાવી મૂકી દીધું છે. હાલમાં જ્યાં જાવ ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાય રÌšં છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૩૯ દર્દીઓ સામે આવી ચુક્્યા છે. ત્યારે પીએમ મોદીની જાહેરાત બાદ સંપૂર્ણ ભારતને ૨૧ દિવસ માટે લાકડાઉન કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પણ કોરોના વાયરસના નિવારણ માટે સતત પ્રયત્ન કરી રહી છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને કોરોના વાયરસની તમામ માહિતી મળી રહે તે માટે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે.
જા કોઈ વ્યÂક્તએ કોરોના વાયરસ અંગે કોઈ માહિતી મેળવવી હોય તો ‘૭૪૩૩૦૦૦૧૦૪’ આ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. આ મેસેજમાં તમારે નમસ્તે લખવાનું રહેશે. ત્યારબાદ તમને તમારા મોબાઇલ ફોન પર કોરોનાની તમામ માહિતી મળી જશે.