વડોદરામાં લંડનથી પરત આવેલા યુવકનો કોરોના ટેસ્ટ પોઝોટિવ
વડોદરા,
શહેરમાં વધુ એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે શહેરનાં દર્દીઓની સંખ્યા કુલ આઠ થઇ ગઇ છે. ૫૫ વર્ષનો વ્યÂક્ત યુકેથી આવ્યાં હતા. તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાતા હે દિવસથી ગોત્રી મેડિકલ હાÂસ્પટલમાં તેઓ દાખલ હતાં. તેમના રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ નડિયાદ અને હાલ અંકોડિયામાં રહેતાં ૫૫ વર્ષીય નિખિલ ચુનીલાલ પટેલ યુકેથી પરત ફર્યા હતા. તેમણે કોરોનાના લક્ષણો દેખાતા ગોત્રી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ ગઇકાલે મોડી સાંજે પોઝિટિવ આવ્યો હતો. તેમનું ડાયાલિસીસ પણ શરૂ કરાયું હતું. આ ઉપરાંત ૩ શંકાસ્પદ દર્દીઓને એસએસજીના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ સાથે એસએસજીમાં દાખલ પેÂન્ડંગ રિપોર્ટનો આંક ૪ છે. જ્યારે નિઝામપુરાના બિલ્ડર સહિત તેમના કુટુંબના પાંચ કોરોના પોઝિટિવ સભ્યો સહિત ૭ દર્દીઓની પણ સારવાર ચાલી રહી છે.