અ.મ્યુ.કો.એ ૧૧ ફ્લાઇટનું લિસ્ટ જાહેર કર્યુઃ ૧૧ લોકો કોરોના પોઝિટિવ હતા

Spread the love

અમદાવાદ,
વિશ્વ સહિત રાજ્યમાં કોરોના વાયરસનો કેર વ્યાપી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં છે. આ મહામારી સામે સરકાર અને સ્થાનિક તંત્ર એનેક રીતે લડી રÌšં છે. ત્યારે ૧૧ ફ્લાઇટનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમા કહેવામાં આવ્યું છે કે, જા આ ફ્લાઇટમાં તમારા પરિવાર કે મિત્ર કોઇપણ આમાં આવ્યું હોય અને હજી હોમ ક્વોરેન્ટાઇન ન થયા હોય તો ૧૦૪ અથવા ૧૫૫૦૩ પર ફોન કરીને જાણ કરવી.
અ.મ્યુ.કો.ના અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના ૧૨ પોઝિટિવમાંથી ૧૧ કેસોમાં ફ્લાઈટમાં આવેલા પેસેન્જરો જે અમદાવાદના તેઓને અમે ક્વોરેન્ટાઇન કરી દીધા છે. પરંતુ અમદાવાદ ઉતરી અન્ય શહેરમાં ગયા હોય અને ક્વોરોન્ટાઇન ન થયા હોય તો અમને જાણ કરે તેમજ સેલ્ફ ક્વોરોન્ટાઇન થઈ જાય.
મહત્વનું છે કે, આ ૧૧ ફ્લાઇટમાં આવેલા પેસેન્જરને લઇ જતા એક કેબ ડ્રાઇવરને પણ ઇન્ફેક્શન લાગ્યું હતું. જેના કારણે તે પણ પોઝિટીવ થયો હતો. જેથી આ ૧૧ ફ્લાઇટમાં આવેલા મુસાફરો જે કોઇના પણ સંપર્કમાં આવ્યા હોય તે બધાને પણ સંક્રમણ થવાની શક્્યતા છે. કોરોનાને કારણે ગુજરાતમાં બે વ્યÂક્તઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે જે ચિંતાનો વિષય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!