કોરોનાના કહેર વચ્ચે ૭-૮ એપ્રિલે હવામાનમાં પલટો આવવાની આગાહી
- ૧૭ સુધીમાં દેશના ઉત્તરીય પશ્ચિમી ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના
ગાંધીનગર : આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપથી થયેલી વિપર્યાયથી જનજનમાં હાનિ થવામાં હતી ત્યારે આગામી દિવસોમાં ગરમી વધી શકે તેમ છે. તારીખ ૪-૫-૬માં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ડીસાના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ૪૧ ડિગ્રી સેÂલ્સયસને પાર કરી શકે તેમ છે. જૂનાગઢ, સુરત, ભુજના ભાગોમાં પણ ગરમી રહી. તા.૭-૮માં હવામાન પલટો આવી શકે છે. વાદળછાયું રહે.
પુનઃ તા ૧૩થી ૧૫માં હવામાનમાં પલટો આવી શકે અને તા. ૧૭ સુધીમાં દેશના ઉત્તરીય પશ્ચિમી ભાગોમાં કમોસમી વરસાદ કે કરાં પડી શકે તેમ છે. ૨૦મી એપ્રિલ બાદ સાગરમાં પણ હવાના દબાણો ઉભા થાય તેમ છે. ૨૦૨૦ના ચોમાસા અંગે જાતા આ વખતે સમુદ્રના પ્રવાહો તટસ્થ રહેવાની ધારણા રહે. જેના લીધે ગત સાલના ચોમાસા કરતા આ વખતના ચોમાસાના સ્વરૂપમાં બદલો પણ આવી શકે. ગત વખતે ૧૪૫ ટકા વરસાદ થયો હતો પરંતુ આ વર્ષે ચોમાસાનું સ્વરૂપ બદલાઈ શકે. આ વર્ષે ચોમાસાનું સ્વરૂપ બદલાઈ શકે છે.
આ વર્ષે માપસરનો પડે કારણ કે બંગાળના ઉપસાગર અને અરબી સાગરની ગરમીનું પ્રમાણ જળવાઈ રહે. ચૈત્ર માસ શરૂ થવા છતાં પણ હજુ સુધી ગરમી શરૂ થઈ નથી. રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીના કારણે બેવડી ઋતુથી રોગચાળાને આમંત્રણ આપતું વાતાવરણ સર્જાયું છે. હવે ચૈત્રના દનૈયા તપે તેની હવામાન ખાતાના નિષ્ણાતો રાહ જાઈ રહ્યા છે.