બનારસ ફસાયેલા રાજપીપળાનાં ૩૦ પ્રવાસીઓ પરત ફર્યા, તમામને ક્વારન્ટાઇન કરાયા

Spread the love

નર્મદા : રાજપીપળાનાં ૩૦ જેટલા ભાઈ-બહેનોનો સમૂહ દસેક દિવસ પહેલા વારાણસી, બનારસ, આગ્રાના પ્રવાસે ગયા હતા. પરંતુ કોરોના મહામારીના પગલે આ તમામ વારાણસીમાં અટવાતા મુશ્કેલીમાં મુકાયા હતા. જાકે, ગુજરાત ટુરિઝમમાં એમડી જેનું દેવન દ્વારા વારાણસીનાં કલેક્ટરનો કોન્ટેક્ટ કરતા તમામ અટવાયેલા પ્રવાસીઓને ગઈ કાલે બનારસથી રાજપીપળા આવવા દીધા હતા. જે બાદ ગઈકાલે મોડી રાત્રે તેઓ પોતાના વતન આવી પહોંચ્યા હતા.નર્મદા જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા તમામને હોમ ક્વારન્ટાઇન કરવામાં આવ્યા છે.

પરંતુ કેટલાક વ્યÂક્તઓ પોતાના ઘરની બહાર નીકળતા આરોગ્ય વિભાગ દ્વારા તમામનાં ઘરે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ૬૦ વર્ષની ઉપરની ઉંમરના ૯ જેટલાને પોલીસ દ્વારા ડિટેન કરી તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા તમામને સૂચના આપવામાં આવી છે કે, ઘરની બહાર નીકરવવાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજપીપળાના કેટલાક વ્યÂક્તઓ બનારસ ખાતે દર્શન કરવા ગયા હતા. લાકડાઉન થતા તેઓ ત્યાં ફસાયા હોવાને કારણે તેમણે તંત્ર પાસે મદદ માંગી હતી. રાજપીપળાનાં ૩૦ જેટલા પ્રવાસીઓ બનારસ ખાતે ફસાયાનો એક વીડિયો પણ વાયરલ કરી પોતાની હાલત જણાવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!