અમરેલીના કિરાણા સ્ટોર્સમાં વધુ ભાવ લેવાતા દુકાન સીલ

Spread the love

અમરેલી,

કોરોના વાઈરસની મહામારીને ફેલાતી રોકવા માટે ૨૧ દિવસનું દેશભરમાં લોકડાઉન ચાલી રÌšં છે. આવા સમયે બજારોમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખોલી શકવાની પરવાનગી મળી છે ત્યારે દુકાનદારો ગ્રાહકો પાસેથી વધુ ભાવ લેતા તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અમરેલી શહેર ખાતે યોગેશ્વર કિરાણા સ્ટોર્સમાં વસંતભાઈ હરિભાઈ સતાસીયા પાંચ કિલો બાસમતી ચોખાની ખરીદી કરવા જતાં બજાર કિંમત કરતા વધુ ભાવ લેવાતા તેમણે આ દુકાનના માલિક નીતિનભાઈ નટવરભાઈ ખખર વિરુદ્ધ ડી.વાય.એસ.પી. ને ફરિયાદ કરી હતી. આ બાબત તરફ પુરવઠા તંત્રનું ધ્યાન દોરતા કલેક્ટરની સૂચના મુજબ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્લી રાખવાનો પાસ જપ્ત કરી અને હાલ તેમની દુકાન સીલ કરવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!