જૂનાગઢ સિવિલ હોસ્પીટલ તમામ અદ્યત્તન સુવિધાઓથી સજ્જ

- કોરોનાની ૯૯ ટકા સારવાર ઘરમાં રહેવામાં છે
- થોડા દિવસો લાગણીઓ-સંબંધોથી પર રહો- સી.ડી.એમ.ઓ. ડો. બગડા
વિશાળ પટાંગણ, અદ્યત્તન મેડિકલ સુવિધાઓ અને ગિરનારની ગોદમાં સ્વચ્છ વાતાવરણમાં સ્થિત જૂનાગઢ સિવિલ હોસ્પીટલ કોરોનાનાં દર્દીઓને સાજા-સારા કરવાની તમામ અદ્યત્તન સુવિધાઓથી સજ્જ છે. પરંતુ કોરોનાની ૯૯ ટકા સારવાર દવા એ ઘરમાં જ રહેવામાં લોકડાઉનના નિયમોનાં પાલનમાં જ છે. તેમ સી.ડી.એમ.ઓ. અને સીવીલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ભાવેશ બગડાએ જણાવ્યુ છે..
સિવિલ હોસ્પીટલમાં કોરોનાં વાયરસ સામે લડવા ૧૦૦ બેડનો આઇસોલેશન વોર્ડ ૧૫ વેન્ટીલેટર જરૂરી ડોકટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ દિવસ રાત જોયા વગર ફરજ બજાવે છે. તેમની સેવાઓની વીશેષ નોંધ લેવા સાથે હાલનાં સંજોગોમાં ઘર એ જ મંદિર, ઘર એ જ સાચુ સ્વર્ગની ભારતિય ફિલોસોફી લોકડાઊનમાં સમજી તેનો અમલ કરવામાં સૈાનું હિત છે.
લોકડાઊનમાં ઘરમાં ઓશીયાળા થઇને બેસી રહેવા કરતાં એને સુપર ક્વોલીટી ટાઇમ બનાવી દો એમ જણાવી ડો. બગડાએ કહ્યુ કે લોકડાઊનને હજુ નવ દિવસ થયા છે. અને હજુ આપણે ૧૪ એપ્રિલ સુધી લોકડાઊનમાં રહેવાનું છે, ત્યારે આ કોરોનાં સામે મજબુત દિવાલ થઇને સાથ આપવો એકમાત્ર લોકડાઊન જ છે. આપણે ભાગ્યશાળી છીએ કે જૂનાગઢ જિલ્લામાં હજુ એકપણ કોરોનાં વાયરસથી સંક્રમીત પોઝીટીવ કેસ નોંધાયો નથી.
આરોગ્ય તંત્રની કાળજી, પ્રચાર-પ્રસાર સાથે લોકડાઊનમાં લોકોનો સહયોગ મુખ્ય પરિબળો છે. કોરોનાનાં કાંટા હજુ સુધી જૂનાગઢ જિલ્લાએ અનુભવ્યા નથી. અને આ જીવલેણ બિમારી સ્પર્શ માત્રથી ફેલાઇ શકે છે. ત્યારે તબીબો, પેરામેડીકલ સ્ટાફ, સુરક્ષા તંત્ર અને મીડિયા જગત સૈા મહેનત કરે છે. આ મહેનતને અસરકારક બનાવવા લોકો સરકારની સુચનાઓ મુજબ લોકડાઊનમાં રહે તેવો ભારપૂર્વક અનુરોધ ડો. બગડાએ કર્યો છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ