ગબ્બર કાળ ભૈરવ મંદિર તરફથી ગરીબો માટે કઢી ખીચડી બનાવાઈ

ગબ્બર કાળ ભૈરવ મંદિર તરફથી ગરીબો માટે કઢી ખીચડી બનાવાઈ
Spread the love

શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નો ત્રિવેણી સંગમ જગ વિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવ્યું છે આ ધામ હાલ લોક ડાઉન ના કારણે સુમસામ ભાસી રહ્યું છે હાલ સમગ્ર દેશ 14 એપ્રિલ સુધી લોક ડાઉન છે ત્યારે આ દેશ મા ગરીબો અને રોજ કમાઈ રોજ ખાતા પરિવાર ની હાલત ભારે કફોડી થઇ છે ત્યારે ગુજરાત અને દેશ મા વિવિધ સેવાકીય સંઘટનો આગળ આવી ગરીબો માટે ફૂડ પેકેટ અને અનાજ કીટ આપી રહ્યા છે યાત્રાધામ અંબાજી આસપાસ અને અંબાજી પાસે થી પસાર થતા લોકો માટે પણ વિવિધ સેવાકીય ભક્તો ના સહયોગ થી આ બધુ હાલ શક્ય બન્યુ છે આવામા ગબ્બર કાળ ભૈરવ મંદિર ટ્રસ્ટ પણ આગળ આવ્યું છે આ મંદિર ના મહંત અને કુંભ મહા મેળા કમીટી ના મહામંત્રી પૂર્ણાનંદ ગીરી બાપુ દ્વારા ગબ્બર તળેટી મા આવેલા આશ્રમ થી ગબ્બર પાસે રહેતા ગરીબ લોકો અને ગબ્બર પાછળ જંગલ મા રહેતા ગરીબ પરીવારો માટે સવાર સાંજ કઢી ખીચડી આપવાનો સારો પ્રયાસ કર્યો છે.

ગબ્બર કાળ ભૈરવ મંદિર તરફથી છેલ્લા 2 વર્ષ થી ગબ્બર ખાતે મંદિર મા માત્ર 10 રૂપિયા મા પેટ ભરીને જમવાની વ્યવસ્થા મંદિર તરફથી કરાઈ છે અહીં ભક્તો ને અનલિમિટેડ જમવાનું અપાય છે આ મંદિર પર 2 વર્ષ મા લાખો ભક્તો જમીને ગયા છે અંબાજી મંદિર ની ભોજનાલય મા 16 રૂપિયા મા ભોજન આપવામાં આવે છે ,આજ મંદિર ના બાપુ પૂર્ણાનંદ ગીરી બાપુ ના બીજા મંદિર શ્રી કપીલેશ્વર મહાદેવ કલોલ તરફથી છેલ્લા 25 વર્ષ થી ભાદરવી મહામેળા દરમિયાન સતત સાત દિવસ સુધી 24 કલાક ભંડારો ભક્તો માટે દાંતા થી અંબાજી માર્ગ વચ્ચે કરાય છે હાલ મા ગબ્બર કાળ ભૈરવ મંદિર ના વિનોદ ગીરી બાપુ અને તેમના અનુયાયીઓ રોજ સવારે અને સાંજે ગરીબો માટે ખીચડી અને કઢી બનાવી સેવાકીય પ્રવુતિ કરવામા આવી રહી છે.

IMG-20200403-WA0092-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!