મોરબીમાં અખિલ ભારતીય માનવ સેવા દલ દ્વારા માસ્કનું વિતરણ

મોરબી : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત પણ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. સમગ્ર ભારતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસની લોક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેમજ કોરોના વાઈરસથી રક્ષણ મેળવવા માટે માસ્ક લગાવવું આવશ્યક છે ત્યારે મોરબીના અખિલ ભારતીય માનવ સેવા દલ દ્વારા મોટી બજારની વાડી વિસ્તાર (ગોકુલ નગર) , ઝુપડ પટ્ટી વિસ્તાર સહિત આજુ બાજુ વિસ્તારમાં ધરે ધરે જઈ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માનવ સેવા દલ ગુજરાત નરશીભાઈ ચાવડા, ચુનીલાલ પટેલ, મનુભાઈ ડાંગર, અમરશીભાઈ દલવાડી, હરીભાઇ, શાંતિભાઈ, ઉપેશભાઇ પાડલીયા, રેખા પરમાર (જીલ્લા કાઉન્સેલર -મહિલા સપોર્ટ સેન્ટર) દ્વારા કોરોના વાઈરસ અંગે તકેદારીના ભાગરૂપે માસ્ક વિતરણ કરી કઈ રીતે આ મહામારીથી બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કામ સિવાય ધર બહાર ન નિકળવા અને ફરજ પરના કર્મચારીઓને સહયોગ આપવા પણ અપીલ કરી હતી.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી