કોરોના મહામારીને પહોંચી વળવા મોરબી જિલ્લાનો સમગ્ર આરોગ્ય વિભાગ ખડેપગે
- જાણો ક્યાં કેટલો સ્ટાફ કેવી રીતે કામ રહી રહ્યો છે કોરોના જંગમાં
મોરબી,
આપણે સૌ કોરોના વાયરસની મહામારી અંગે વાકેફ છીએ. સમગ્ર દેશ સહિત વિશ્વના અનેક દેશો કોરોના કોવીડ-૧૯ની મહામારીથી પીડાઇ રહ્યા છે. સમગ્ર પરિસ્થિતિને જોતા આ કપરી કામગીરીમાં આરોગ્ય વિભાગની સૌથી મહત્વની ભૂમિકા રહેલી છે.
મોરબી જિલ્લામાં અત્યાર સુધી એક પણ પોઝિટીવ કેસ નોંધાયેલ નથી તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની તમામ સુચનાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહિવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણ અને તેના લક્ષણો ધરાવતા દર્દીઓના રિપોર્ટ અંગેની તમામ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આપણે સૌને જાણવાની પણ ઉત્કંઠા રહે છે કે હાલે મોરબી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગના કેટલા કર્મચારીઓ કેવી કામગીરી કરી રહ્યા છે.
તો આપને જણાવીએ કે મોરબી જિલ્લામાં ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૫ અર્બન હેલ્થ સેન્ટર, ૬ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૧ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ,૧ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, તેમજ ૫ તાલુકા હેલ્થ ઓફિસ તથા જિલ્લાના ૧૯૮ પેટા આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાઅધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ કોરોના અંતર્ગત કામગીરીમાં જોડાયેલ છે.
અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની વાત કરીએ તો મોરબી જિલ્લા કક્ષામાં ૮ જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ,૩૦ ટેકનીકલ કર્મચારીશ્રીઓ તેમજ જિલ્લાની વહીવટી કામગીરી સંભાળતાઅધિકારીશ્રીઓ /કર્મચારીશ્રીઓ, તમામ તાલુકાઓના તાલુકા હેલ્થ ઓફીસના અધિકારીશ્રીઓ અને સુપરવાઇઝર ગ્રામ્ય લેવલની આરોગ્ય સંસ્થાના ૬૦ જેટલા મેડીકલ ઓફિસરશ્રીઓ(એમ.બી.બી.એસ.), તેમજ ૧૩ જેટલા આયુષ મેડીકલ ઓફિસરશ્રીઓ અને ૩૪ આર.બી.એસ.કે.મેડિકલ ઓફિસરશ્રીઓ, ૪૮ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રીઓ ઉપરાંત ૫૦ લેબોરેટરી ટેકનિશિયન અને ૩૫ ફાર્માશીસ્ટ ઉપરાંત ૩૭૫જેટલા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ૬૦ મેલ અને ફીમેલ સુપરવાઇઝર, ૯૦૦ આશાબહેનો તથા ૭૦૦ જેટલા આંગણવાડી વર્કર બહેનો અને ૧૦૦ જેટલા સફાઇ કામદારો ઉપરાંત ડ્રાઈવર ફરજ બજાવી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં સ્પીટલમાં સર્જન સહિત ૬ અલગ અલગ સ્પેશ્યાલીસ્ટ ડોકટરશ્રીઓ, ૧૭ મેડીકલ ઓફીસર, ૧૦ફાર્માસીસ્ટ, ૬૭ નર્સીંગ સ્ટાફ તેમજ ૧૨ લેબ. ટેકનીશીયન તથા ૪ એક્ષરે ટેકનીશીયન અને ૧૦૦જેટલા સફાઇ કામદાર કામગીરી કરી રહ્યા છે. કોરોના સર્વે માટે પ્રાથમિક શિક્ષકશ્રીઓનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે.સ્વૈચ્છીક સંસ્થાઓ વગેરે પણ કોરોના અટકાયતી કામગીરીમાં સહકાર આપીરહેલ છે. આ ઉપરાંત પણ કોરોના વાયરસ સામેની જંગમાં વહિવટી તંત્રના અનેક વિભાગો, શાખાઓ, સમગ્ર પોલીસ તંત્ર સહિત કામગીરી કરી રહ્યા છે.