જામનગરમાં હજુ ૧૧૯ લોકો હોમ કવોરન્ટાઇન ૨૫ ફેસેલીટી સેન્ટરમાં
જામનગર શહેરમાં કોરોના વાઇરસ સંદર્ભે તકેદારીના પગલારૂપે ૧૧૯ લોકો હોમ કવોરેન્ટાઇન હેઠળ તેમજ ૨૫ લોકોને ફેસેલીટી સેન્ટર ખાતે કવોરેન્ટાઇન હિઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાઇરસની દહેશતને પગલે જામનગર શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કરાયો હતો. આ સર્વે દરમ્યાન તાવ-શરદી-ઉધરસ વિગેરે લક્ષણો દિખાતા લોકોને હોમ કવોરેન્ટાઇન કરાયા હતા અને હજુ પણ આ કામગીરી ચાલુ છે.
જામનગર શહેરમાં ૧૧૯ લોકો ગઇકાલ સુધી હોમ કવોરેન્ટાઇન હેઠળ નોંધાયા હતા જયારે ૨૫ લોકોને કવોરેન્ટાઇન માટે ખાસ ઉભા કરવામાં આવેલા ફેસેલીટી સેન્ટરમાં રખાયા છે. આ ઉપરાંત ગઇકાલ સુધીમાં જેનું ૧૪ દિવસનું હોમ કવોરેન્ટાઇન પુરૂ થયું છે. તેની સંખ્યા ૮૬૨ થઇ છે. ૫ દર્દીઓ સંક્રમીત હોવાની શંકાને લીધે સારવાર આપવામાં આવી છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૩ લોકો જ હોમ કવોરેન્ટાઇનમાં છે જયારે ૧૦ લોકો ફેસેલીટી સેન્ટર ખાતે છે. અત્યાર સુધીમાં ૧૪ દિવસની સારવાર પુરી થયા બાદ ૮ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)