તો હીરા બજાર નાં કરોડો રુપિયા ડુબી જાશે : હાર્દિક હુંડીયા

સમસ્ત વિશ્વ કોરનાની ભયંકર બિમારી થી પસાર થઈ રહ્યું છે. આર્થિક મંદી ને કારણે આપણાં દેશ ની સાથે સાથે વિશ્વ નાં દેશો પર પણ આના વાદળાં છવાઈ ગયા છે. ભારતીય હીરા ઉઘ્ઘોગ વિશ્વના અનેક દેશો પર ટક્યો છે. હીરા બજારમાં ચર્ચા થઈ રહી છે કે વિશ્વના બધા જ દેશો માં સૌથી વધુ હીરા ઉત્પાદન કરતા ભારત દેશ આજે ભયંકર મંદી થી પસાર થઈ રહેલ છે., સુરત માં હીરા ની ઘીસાઈ કરનારા લગભગ તમામ કારખાના બંધ છે રત્નકલાકારો ને રોજીરોટી મળી નથી રહી હીરા નો ધંધો ભારત અને ચાઈના અને હાંગકાંગ વચ્ચે ખૂબ મોટા પાયે છે.
ચાઇનાથી આવનારુ પેમેન્ટ હવે ચાઇનાથી આવે તેવી શક્યતા દેખાતી નથી , પેમેન્ટની જગ્યા એ હીરા પાછા આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, જો પેમેન્ટ નહીં આવે તો ભારતીય હીરાનાં વેપારીઓ ખૂબ જ મોટી તકલીફ માં આવી જાશે. ભારતીય હીરાના વેપારીઓ જો તકલીફ માં આવશે તો દેશની બેંકો પણ ખૂબ જ મોટી તકલીફ માં આવશે. કારણ કે બેંકો નાં ઘણા રુપિયા હીરા બજારમાં ડુબી જવાની શક્યતા છે . વિશ્વનાં હીરા બજારની જાપાન સ્થિત કીયા નામની કંપનીએ દિવાળું ફુંકી દીધું છે. ચાઈના અને હોંગકોંગ વચ્ચે અંદાજે રૂપિયા ત્રીસ હજાર કરોડ નો વેપાર છે જો આટલું મોટું પેમેન્ટ અટકી જાશે તો ભારતીય હીરા વેપારીઓ નું શું થાશે ?
બેંકોના વ્યાજના પૈસા ચુકવવાનાં પ્રશ્નો ? લોકોના સરાફી રૂપિયા, સ્ટાફના પગાર આ બધાં ગંભીર પ્રશ્નો થી ઘેરાયેલા હીરાનાં વેપારીઓ ભારે મુંઝવણમાં છે . હીરા બજારના જાણકાર હાર્દિક હુંડીયાએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિને જોતા અમેરિકાથી પણ પેમેન્ટ આવે તેવી શક્યતા દેખાતી નથી. હીરો એક રાજાશાહી ઉધ્ધોગ છે. આ લકઝરી આઈટમ લોકો ત્યારે જ ખરીદે છે જયારે તેમનો પોતાનો વેપાર તેજી માં હોય. કોરોના ને કારણે વેપાર ધંધામાં જે ભંયકર નૂકશાન થયું છે તેને પહેલા કેવી રીતે કાબૂ કરવો તે જ દરેક વેપારીઓની કોશિશ હશે.
કહેવાય છે કે લગભગ ४૫ દિવસ ધંધો બંધ રહ્યો છે, તે વ્યવસાય ને ઉભો કરતા લગભગ દોઢ વરસ જેટલો સમય જરૂર લાગી જાશે. તે ચિંતા દરેક વેપારી ને ખાઈ જઈ રહી છે.દરેક ઇચ્છે છે કે ફરીથી બધું રાબેતા મુજબ થઈ જાય. કોરોના ની આ મહામારીમાં માનવતા પણ ખુબ જ દેખાઈ રહી છે.દેશ નાં ટોચના ઉધ્યોગપતિઓ અને મહાનુભાવો આપણાં દેશ ની પીડિત અને દુ:ખી વ્યક્તીઓ માટે પોતાના થી બનતી યથાશક્તિ મદદ તેઓ કરી રહ્યા છે.આ વાત જણાવતા હાર્દિક હુંડીયાએ જણાવ્યું કે આ આપણાં ભારત દેશ ની પારંપરિક સંસ્કૃતિ છે.