લોકડાઉનના પોલીસ વ્યસ્ત દેશી દારૂનો વેપલો કરનાર બુટલેગરો મસ્ત
- લોકડાઉનની સ્થિતિમાં પાન-મસાલા, બીડી-ગુટખા અને વિદેશી દારૂના રવાડે ચઢેલા વ્યસનીઓની હાલત દયનિય બની છે
અરવલ્લી - માલપુર પોલીસે ચોરીવાડ ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી
બીજીબાજુ દેશી દારૂનો વેપલો કરનાર બુટલેગરોને તડકો બોલાઈ રહ્યો છે લોકડાઉનમાં અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી
દારૂ ગાળતા બુટલેગરોએ રહેઠાણ સ્થળોએજ દારૂની ભઠ્ઠીઓ બનાવી દેશી દારૂના નશાનો કાળો કારોબાર ચાલવી રહ્યા છે માલપુર પોલીસે બાતમીના આધારે ચોરીવાડ ગામે કાંતિ ખાતુભાઇ મસાર ના ઘરે રેડ કરી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તોડી પાડી ૨૬૦ લીટર દેશીદારૂના વોશનો નાશ કરી ભઠ્ઠી તોડી પડાઈ હતી બુટલેગર પોલીસરેડ જોઈ રફુચક્કર થઈ ગયો હતો માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનની અમલવારી માટે સઘન પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોરીવાડ ગામે દેશીદારૂનું ધૂમ વેચાણ થતું હોવાની બાતમી મળતા માલપુર પોલીસે કાંતિ ખાતુભાઇ મસારના રહેણાંક મકાનમાં રેડ કરતા કાંતિ મસાર ફરાર થઇ જતા તેના ઘરેથી દેશી દારૂ લીટર-૪ કીં.રૂ.૮૦ તથા દેશી દારૂ ગાળવાનો વોશ ૨૬૦ લીટર કીં.રૂ.૫૨૦ અને દેશી દારૂ ગાળવાની સામગ્રી મળી કુલ રૂ.૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસરેડ જોઈ નાસી ગયેલા કાંતિ ખાતુભાઇ મસાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા