અરવલ્લી જિલ્લાના ૧૪૧ દિવ્યાંગ બાળકોને કુલ ૨,૧૧,૫૦૦ રૂપિયાની સહાય
અરવલ્લી જિલ્લા સમાજ સુરક્ષાની ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થા હેઠળના દિવ્યાંગ બાળકોને ગુજરાત સરકારશ્રીના નિર્દેશ મુજબ જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.બી.ચૌધરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડિ. વી. બિહોલા દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળાના ૧૪૧ બાળકોને કુલ ૨,૧૧,૫૦૦ રૂપિયાની સહાય ચુકવવવાની કાર્યવાહી કરવામાં આવી.
જેથી ઘરે ગયેલા દિવ્યાંગ બાળકોનું ભરણપોષણ સુયોગ્ય રીતે અને આરોગ્યપ્રદ રીતે થાય તેમાટે એપ્રિલ-૨૦૨૦ મહિના માટે પ્રતિ બાળક ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય સીધા બાળક અથવા બાળકના માતા-પિતાના ખાતામાં ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાની ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થામાં રહેતા કુલ ૧૪૧ દિવ્યાંગ બાળકો ઘરે ગયા હોવાથી ઘરે રહીને પણ તેમની સાર સંભાળ થઈ શકે તે હેતુસર રાજ્ય સરકારના દિશાનિર્દેશ પ્રમાણે આ ૧૪૧ દિવ્યાંગ બાળકોને દરેક બાળક દીઠ ૧૫૦૦ રૂપિયા લેખે કુલ ૨,૧૧,૫૦૦ રૂપિયા ચુકવવામાં આવેલ છે.