અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા ક્વોરોન્ટાઇન અને આઈસોલેશન વોર્ડની ફેસીલીટી સુસજ્જ

Spread the love

અરવલ્લી : હાલમાં આખા વિશ્વમાં પ્રવર્તમાન કોરોના વાયરસ COVID-19 મહામારીની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જીલ્લામાં તા:-૧૩/૦૪/૨૦૨૦ના રોજ આરોગ્ય વિભાગના પેરામેડિકલ અને નોન પેરામેડિકલ ટીમ ધ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમ્યાન ૬૪૩૦૦૪ વ્યક્તિઓને આવરી લેવામાં આવેલ છે. જે પૈકી તાવ, ઉધરસ, અને શ્વાસની તકલીફ ધરાવતા ૩૯૯ વ્યક્તિઓ પૈકી તાવના – ૨૩૭, ઉધરસ-૧૪૯ અને શ્વાસના – ૧૩ વ્યકિતઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.  કોરોના વાયરસના જેવા લક્ષણ ધરાવતા દર્દીઓના રિપોર્ટ અંગેની કામગીરી આરોગ્ય વિભાગ ધ્વારા કરવામાં આવી રહી છે.

તા:-૧૩/૦૪/૨૦૨૦ સુંધી યાત્રી/વ્યક્તિઓના ૮૧ સેમ્પલ લેવામાં આવેલ છે તે પૈકી ૫૮ સેમ્પલ નેગેટીવ આવેલ છે અને ૨૩ સેમ્પલના રીપોર્ટ બાકી છે. બહારના દેશો માંથી આવેલ ૩૯૫ યાત્રીઓ એ ઓબઝર્વેશનના ૧૪ દિવસ પૂર્ણ કરેલ છે. તેમજ બહારના રાજ્ય/જિલ્લા માથી આવેલ યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ – ૧૦૪૯૩ છે તે પૈકી ૯૫૦૮ યાત્રી/વ્યક્તિઓ એ ઓબઝર્વેશનના ૧૪ દિવસ પૂર્ણ કરેલ છે. હાલમાં હોમ કોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ – ૯૮૫ છે. તેમજ હોસ્પિટલ આઈસોલેશનમાં ૨૩ યાત્રી/વ્યક્તિ ને રાખવામા આવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!