અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે ૧૪,૪૩૦ કાર્ડધારકોને અનાજ વિતરણ
- અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકની એપીએલ કાર્ડધારકોને અપીલ
- આર્થિક રીતે સક્ષમ રેશનકાર્ડ ધારકો સ્વેચ્છાએ પોતાનો હક્ક જતો કરે – કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર
અરવલ્લી : સમગ્ર રાજ્યમાં તા.૧૩ એપ્રિલ-૨૦૨૦થી નોન એફ.એસ.એ. એપીએલ-૧ રાશન કાર્ડધારકોને વિનામૂલ્યે રાશન કીટનું વિતરણ શરૂ કરાયું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં નોન એફ.એસ.એ. એપીએલ-૧ ના ૭૧૬૮૫ રેશનકાર્ડધારકો છે અને તેમાં આશરે ૨,૯૪,૭૯૯ લોકોનો સમાવેશ થાય છે. જેમાં એક રેશનકાર્ડ દીઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા. ચોખા, ૧ કિ.ગ્રા. ચણાદાળ અથવા ચણા અને ૧ કિ.ગ્રા. ખાંડનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવી રહ્યુ છે.
ત્રિ-દિવસીય ચાલનાર આ વિતરણ વ્યવસ્થામાં અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે ૧૪,૪૩૦ રેશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવમાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરે અપીલ કરતા જણાવ્યું છે કે જેમને જરૂરીયાત નથી તેવા પરિવારો અથવા સુખી સંપન્ન પરિવારો સ્વેચ્છાએ જરૂરીયાતમંદ લોકોની તરફેણમાં પોતાનો હક્ક જતો કરી સેવાના ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.