અરવલ્લી : 4 એપ્રિલથી સવારે 9 થી 12 દરમિયાન કરાવવું પડશે રજિસ્ટ્રેશન
- 6 એપ્રિલથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થશે કાર્યરત
- 94280 61695 અને 94272 83370 નંબર ઉપર ખેડુતો રજીસ્ટ્રેશન કરવી શકશે
છેલ્લા ૨૧ દિવસથી કોરોના વાઈરસના પગલે લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરવામાં આવ્યું હતું. કોરોના વાઈરસે ધીમે્ ધીમે દેશ તેમજ રાજ્યમાં પગ પેસારો કરી દીધો છે અને દિવસેને દિવસે લોકડાઉનનો અમલ થતો હોવા છતાં પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે રવિ પાક પાકીને તૈયાર થઈ ગયો છે અને ખેડૂતોના ખેતરોમાં તેમજ ઘરોમાં વેચાણ માટે પાક તૈયાર પડ્યો છે પરંતુ લોકડાઉનની અમલવારીને પગલે જિલ્લાભરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર દ્વારા લોકડાઉન રાખવામાં આવ્યું હતું.
જો કે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી ૧૬ તારીખથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કાર્યરત થશે તેવું જાણવા મળ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના ઘઉં તૈયાર થઈને લણીને ઘરોમાં પડ્યા છે. પરંતુ લોકડાઉનની અમલવારીને કારણે માર્કેટયાર્ડ બંધ હતા જેના કારણે ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરી શકતા ન હતા. પરંતુ આગામી ૧૬ એપ્રિલથી માર્કેટયાર્ડ દ્વારા ખરીદી શરૂ કરાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે ખેડૂતોએ પહેલાં યાર્ડમાં મોબાઈલથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તંત્ર દ્વારા જ્યારે ખેડૂતને બોલાવવામાં આવે ત્યારે ઘઉં લઈને વેચાણ માટે જવાનું રહેશે.
ઘઉંની હરાજી 11.30 થી 1 વાગ્યા સુધી કરાશે
માર્કેટયાર્ડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્યારે પણ જે તે ખેડૂતને ઘઉં વેચાણ માટે બોલાવવામાં આવે તે તારીખે જ ખેડૂતે પોતાની ઉપજ લઈને આવવાનું રહેશે. જ્યારે માર્કેટયાર્ડમાં ઘઉંના વેચાણ માટેની હરાજી સવારે ૧૧.૩૦ થી ૧ વાગ્યા સુધી કરી શકાશે. બાદમાં વેપારીઓ અને ખેડૂતોએ હરાજી બંધ કરી દેવી પડશે.
ઘઉં વેચવા રજિસ્ટ્રેશન માત્ર ફોન દ્વારા જ કરી શકાશે
માર્કેટયાર્ડ દ્વારા ૧૬ એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે ખેડૂતોએ ઘઉં વેચવા માટે પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતે રજિસ્ટ્રેશનમાં ગામ,જથ્થો, મોબાઈલ નંબર, વાહન નંબર અને આધારકાર્ડ નંબર ફરજીયાત આપવાનો રહેશે. 9428061695 અને 9427283370 નંબર ઉપર ખેડૂતો રજીસ્ટ્રેશન કરવી શકશે.
રજિસ્ટ્રેશન બાદ ખેડૂતને જથ્થો વેચવા માટે અપાશે સમય અને તારીખ
માર્કેટયાર્ડ દ્વારા જાહેર કરાયેલ નંબરો પર ખેડૂતો ઘઉં વેચવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારે તંત્ર દ્વારા ખેડૂતનું રજીસ્ટ્રેશન થાય બાદમાં ખેડૂતને પોતાના પાકનું વેચાણ કરવા માટે સમય અને તારીખ જણાવવામાં આવશે જે નિશ્ચિત તારીખ અને સમયે જ ખે઼ડૂતે આવવાનું રહેશે. જો નક્કિ કરાયેલ સમય અને તારીખ મુજબ હરાજી માટે ખેડૂત ન પહોંચે તો રજીસ્ટ્રેશન રદ થશે.