અરવલ્લીના આર્થિક રીતે સંપન્ન ૫૭ નાગરિકો પોતાના હકનું અનાજ જતુ કર્યુ
- જિલ્લા કલેક્ટરશ્રીની અપીલને નાગરિકો તરફથી મળ્યો પ્રોત્સાહક પ્રતિસાદ
અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં લોક ડાઉન દરમ્યાન જનતાને અનાજ અને ચીજ વસ્તુઓ મળી રહે તે માટે અરવલ્લી જિલ્લામાં બી.પી.એલ અને અંત્યોદય કાર્ડધારકોને બાદમાં શ્રમિકોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ આવરી લઇ વિનામલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં હાલ એ.પી. એલ.-૧ રેશનકાર્ડ ધારકોને અનાજ અને અન્ય વસ્તુનું વિના મૂલ્યે કરવામાં આવી રહ્યું છે. જેમાં સાધન સંપન્ન, સુખી વર્ગના લોકો ને પોતાના હક્કનું અનાજ વગેરે અન્યો વર્ગના તરફેણમા જતુ કરવા જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
જેનો નાગરિકો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે.જિલ્લામાં અત્યાર સુધી ૫૭ નાગરીકોએ પોતાના હક્કનું અનાજ જતું કરી રાષ્ટ્રસેવામાં યોગદાનનું અદકેરૂ કદમ ઉઠાવ્યું છે. આમ જિલ્લાના ગામે ગામથી મોટી સંખ્યામાં નાગરિકો પોતાનો હક્કનો જથ્થો જતો કરીને પ્રેરણાદાયી અને અનુકરણીય પગલું ભરી રહ્યા છે. જેમાં અત્યાર ગામેતી નટ્ટભાઇ, તબિયાડ ભાવિનભાઇ, દામા સોમાજી સેવાજી, દામા રાહુલ સેવાજી, અસારી નાનજીભાઇ, પટેલ કોદરભાઇ તથા પટેલ રમેશભાઇ જેવા અનેક નાગરિકોએ માનવિય અભિગમ અપનાવી રાષ્ટ્રસેવામાં યોગદાન આપી પોતાનો હક્ક જતો કર્યો