અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને લઇ જરૂરી નિયંત્રણો લંબાવાયા
અરવલ્લી : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે, જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે, જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસ COVID-19ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર – જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ સમગ્ર દેશમાં તા.૦૩ મે ૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરેલ છે જેને લઇ અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જરરૂી પ્રતિબંધ ફરમાવ્યા છે.
- સમગ્ર અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં ૪ (ચાર) કે તેનાથી વધુ વ્યક્તિઓએ એકઠા થવું નહી.
- સમગ્ર અરવલ્લી જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકરીની પુર્વ લેખીત પરવાનગી વગર કોઈ પણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા કોઈ આયોજન કરવા નહી કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહી.
- મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટ્યગૃહો, એમ્યુઝમેન્ટ પાર્ક, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્વીમીંગપુલ, ડાંસ ક્લાસીસ, ગેઈમ ઝોન, ક્લબ હાઉસ, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, હાટ બજાર, અને જ્યાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.
- રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવમાં આવેલ હોઈ તે સિવાયની તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યૂશન/કોચિંગ ક્લાસ, વગેરે તમામ જગ્યાએ શૈક્ષણિક કાર્યો બંધ કરવા.
- શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલ સરકારી તથા ખાનગી હોસ્ટેલ તાત્કાલિક અસરથી બંધ કરવી.
- જિલ્લા વિસ્તારમાં આવેલ જાહેર બાગ-બગીચા તથા ધાર્મિક મેળાવડા બંધ રાખવા.
- પાન માવાના ગલ્લાંઓ, સિગારેટ, બીડીની દુકાનો તથા આ પ્રકારની ચીજ-વસ્તુની વેચાણ કરતી દુકાનો જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવી તમામ દુકાનો બંધ રાખવાની રહેશે.
- તમામ હોટલો, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના સ્થળો, મીઠાઈ ફરસાણની દુકાન ભોજનાલય તથા તમામ ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા જાહેર સ્થળોના સંચાલકોએ કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે સરકારશ્રી, તરફથી જાહેર કરવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- કોઈ પણ વ્યક્તિ/સંસ્થા/કોરોના વાઈરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશેઅને તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
- જો કોઈ નાગરીક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર/દેશમાંથી આવ્યો હશે તો તેમણે નજીકની સરકારી હોસ્પિટલ અથવા શહેર/જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા હેલ્પ લાઈન નં.૧૦૪ પર આ અંગેની ફરીજીયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે. વહીવટીતંત્રની અનુસાર હોમ કોરોન્ટાઈન/આઈસોલેશન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહી આવે તો તેઓને ફરજીયાતપણે જિલ્લાના કોરન્ટાઈન વોર્ડમાં ખસેડી Epidemic Diseases -1897 ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- જાહેર રસ્તાઓ ઉપર કોઈ વ્યક્તિ થૂંકીને કે અન્ય રીતે ગંદકી કરશે તો અથવા ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમાનુસાર દંડ વસૂલ કરવામાં આવશે.
સમગ્ર જિલ્લા વિસ્તારમાં કતલખાના તાત્કાલિક અસરથી બંધ કરવા તેમજ માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવો. જોકે તેમાં સરકારશ્રી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરફથી જાહેર હિતમાં કરવામાં આવતા કોઈ પણ કાર્યક્રમ, સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધસરકારી એજન્સી કર્મચારીઓ તેમજ સ્મશાનયાત્રા માટે ૨૦(વીસ) થી વધુ લોકો ભાગ લઇ શકશે નહી અપવાદને બાદ કરતા ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે, આ જાહેરનામાનો અમલ તા. ૩મે ૨૦૨૦ સુધી અમલમાં રહેશે.