ધાનેરા તાલુકાના સામરવાડા અને આશિયા ગામમાં ભૂંડનો આતંક

ધાનેરા તાલુકાના સામરવાડા અને આશિયા ગામમાં ભૂંડનો આતંક
Spread the love

ધાનેરા વિસ્તારમાં આજે ફરીથી ભૂંડ નો આતંક  જોવા મળ્યો છે થોડા દિવસ પહેલાં જ ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે એક ભૂંડ દ્વારા પાંચ લોકોને બચકાં ભરવામાં આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આજે ફરીવાર ભૂંડ નો આતંક  જોવા મળ્યો  છે. તાલુકાના સામરવાડા ગામે બકરા ચરાવી રહેલા યુવક પર ભૂંડ  દ્વારા હુમલો કરવામાં આવતા તેને ગંભીર ઇજાઓ પહોંચી તો બીજી તરફ ધાનેરા તાલુકાના આશીયા ગામે ખેતરમાં કામ કરી રહેલા ત્રણ લોકો પર પણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને લોકો ભયભીત બન્યા હતા અને લોકો દ્વારા ધાનેરાની 108ને જાણ કરતાં 108 ના પાયલોટ  રજનીકાંત રાવલ ઇએમટી ભરતભાઈ તાત્કાલિક  ઘટના સ્થળે પહોંચી  તમામ ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં લોકોને પ્રાથમિક સારવાર આપી હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે આગળ રીફર કરવામાં આવ્યા છે.

સુરેશ ગલચર (ધાનેરા)

Admin

Admin

9909969099
Right Click Disabled!