ધાનેરા : ખેડૂતના મોઢે આવેલો કોળીયો છીનવાયો : સક્કરટેટી કેવી રીતે બજાર સુધી પહોંચાડવી તે મોટો સવાલ બન્યા

કોરોનાવાયરસ ને લઇ ખેડૂતો પણ મોટું નુકસાન વેઠી રહ્યા છે ક્યાંક ખાતર ન મળતા ખેડુતો ને નુકશાન થઇ રહ્યું છે તો ક્યાંક મોઢે આવેલો કોળીયો છીનવાઇ રહ્યો છે ધાનેરા તાલુકાના થાવર ગામે એક ખેડૂતને મોટા પ્રમાણમાં શકરટેટી નું વાવેતર કર્યું હતું અને ખેડૂતનેસારું ઉત્પાદન પણ મળ્યું હતું પરંતુ આ ઉત્પાદન ખેડૂતને કેવી રીતે બજાજ સુધી પહોંચાડવી તે એક મોટો સવાલ બન્યા છે. અત્યારે કોરોનાને સમગ્ર દેશ લોકડાઉન છે. લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોનું ઉત્પાદન બજાર સુધી ન પહોંચતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે તો આ ખેડૂતને ત્યાં ખૂબ જ સારા પ્રમાણમાં સક્કરટેટીનું ઉત્પાદન થયું છે પણ સમયસર શક્કર ટેટીના લેતા અત્યારે મોટા પ્રમાણ સક્કરટેટી બગડી રહી છે તો બીજી તરફ ખેડૂતો જણાવી રહ્યા છે.
આ વસ્તુ અમારે બજાર સુધી કેવી રીતે પહોંચાડવી તો હવે તમે પણ સાંભળો આ ખેડૂતોની વેદના અને શું કરી રહ્યા છો ખેડૂતો ખેડૂતોને સક્કરટેટીના પાકમાં તો નુકસાન ભોગવ્યું પણ હવે ખેડૂતો એ પણ જણાવી રહ્યા છે કે અત્યારે સારા પ્રમાણમાં બાજરીનું વાવેતર કર્યું છે પરંતુ પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર ન મળતા બાજરી ના પાક માં પણ નુકશાન થવાની શંકા સેવાઈ રહી છે ત્યારે સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટેની વ્યવસ્થા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે એક બાજુ ખેડૂત ના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે તો બીજી તરફ ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે સમગ્ર બાબતને લઇ અત્યારે તો ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂત શકરટેટીનું ઉત્પાદન વેચવાના બદલે પોતાના પશુઓને ખવડાવી રહ્યા છે.