બરોડા ડેરી દ્વારા 3.92 લાખ લીટર દૂધ પાઉચનું વેચાણ
- ડેરી દ્વારા બિન સભાસદો પાસેથી 14066 લીટર દૂધની ખરીદી
વડોદરા,
કોરોના સંદર્ભે ઊભી થયેલ લોક ડાઉન ની પરિસ્થિતિમાં વડોદરા શહેર જિલ્લામાં નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે દૂધ,શાકભાજીનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.નાગરિકોને જરૂરિયાત મુજબ દૂધનો શાકભાજીનો પૂરવઠો મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.
બરોડા ડેરી માં આજે 6.34 લાખ લીટર દૂધની આવક થઈ હતી.જે પૈકી ડેરી દ્વારા 3.92 લાખ લીટર દૂધના પાઉચ નું વેચાણ કરવામાં આવ્યું હતુ.ડેરી દ્વારા 66363 લીટર છાશ અને 2832 કી.ગ્રામ દહીં નું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. બરોડા ડેરી દ્વારા બિન સભાસદો પાસેથી 14066 લીટર દૂધની ખરીદી કરવામાં આવી હતી.