વાસ્કુલર સોસાયટીનું કોરોના રાહત ભંડોળ માટે ઉદાર યોગદાન..

વાસ્કુલર સોસાયટીનું કોરોના રાહત ભંડોળ માટે ઉદાર યોગદાન..
Spread the love
  • નર્મદા વિકાસ મંત્રીની ઉપસ્થિતમાં જિલ્લા કલેકટરને આપ્યો 7 લાખની સખાવતનો ચેક..

વડોદરા,
વાસ્કુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને તેની ગુજરાત શાખા વ્યવસાયિક તબીબોનું અગ્રણી સંગઠન છે જે સમાજસેવી પ્રવૃત્તિઓમાં પણ મોખરે રહે છે. હાલમાં દેશ કોરોના ના રાષ્ટ્રીય સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે આ સંકટના બહેતર પ્રબંધન માટે લોકોના સહયોગ થી આર્થિક ભંડોળ ઊભું કરવા વડાપ્રધાનશ્રી એ પી.એમ.કેર નામક ફંડ શરૂ કર્યું છે.રાજ્યના મુખ્યમંત્રીશ્રી ના રાહત ભંડોળમાં પણ કોરોના થી બચાવ અને રાહતના કામોને વેગવાન બનાવવા નાગરિકો અને સંસ્થાઓનું યોગદાન સ્વીકારમાં આવે છે.

તેને અનુલક્ષીને અને વડોદરાના અગ્રણી તબીબ અને સોસાયટીના સચિવ ડો.વિજય ઠાકોરની પહેલથી વાસ્કુલર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા પી.એમ.કેરમાં રૂ.5 લાખની અને સંસ્થાની ગુજરાત શાખા દ્વારા મુખ્યમંત્રીશ્રી ના રાહત ભંડોળમાં રૂ.2 લાખની ,એમ કુલ રૂ.7 લાખની સખાવત કરવામાં આવી છે. આજે સંસ્થા પદાધિકારીઓ એ નર્મદા વિકાસ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેના ચેક જિલ્લા કલેકટરશ્રી ને અર્પણ કર્યા હતા.નર્મદા વિકાસ મંત્રીશ્રી એ સંસ્થાની સેવાભાવના ને બિરદાવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!