વાઈલ્ડ લાઇફ વિભાગના અધિકારીઓથી જીવદયાપ્રેમીઓ ત્રાહિમામ….!

- એક સપ્તાહમાં બે ગીધ એક મોર બીમાર મળી આવ્યા
કડી વાઈલ્ડ લાઈફ વિભાગના ગુલ્લીબાજ અધિકારીઓની ગેરહાજરીમા શહેરના જીવદયાપ્રેમિઓ ભારે જહેમત ઉઠાવી છેલ્લા એક સપ્તાહમા બે ગીધ અને એક મોરનું રેસ્ક્યુ કરી તેમને સારવાર માટે ખસેડાયા હતા. કડી તાલુકામા કુદરતના સફાઈ કામદાર ગીધ પક્ષી, સારસ, કાળીયાર, રાષ્ટ્રીય પક્ષી મોર, અજગર જેવા રક્ષિત વન્ય જીવોનો વસવાટ કરે છે. દર વર્ષે ઉનાળામાં ગરમી અને અપુરતા આહારના પાણીના કારણે વન્યજીવો અશક્ત,બીમાર હાલતમા મળી આવે છે.
કડી શહેરના સુજાતપુરા રોડ સ્થિત વાઈલ્ડ લાઈફ વિભાગની સ્વતંત્ર કચેરી કાર્યરત છે.હાલમા કોરોના વાઈરસની વૈશ્ર્વિક મહામારીના સમયમા લોક ડાઉનની પરિસ્થિતિમા પણ રાજ્ય સરકારે વાઈલ્ડ લાઈફ વિભાગને પોતાની ફરજોનુ પાલન કરવા આદેશ કરેલા છે.તેમ છતા કડીની વાઈલ્ડ લાઈફ કચેરીના ગુલ્લીબાજ RFO સહિતનો સ્ટાફ 24 માર્ચથી કચેરીમા આવતો જ નથી. હાલમા ઉનાળાની કાળઝાળ ગરમીમા અશક્ત ગીધ અને મોર સહિતના પક્ષીઓના રેસ્ક્યુ કરવાની કામગીરી કરવાની હોય છે. છેલ્લા એક સપ્તાહમા કડીમાથી રાષ્ટ્રિય પક્ષી મોર તેમજ પોલિસ સ્ટેશન કંમ્પાઉન્ડ અને સર્વ વિધાલય કેમ્પસમાથી એમ બે ગીધ બે દિવસમાં બીમાર હાલતમા મળી આવતા શહેરના જીવદયાપ્રમિઓ ભારે જહેમત ઉઠાવી એકલા હાથે રેસ્ક્યુ કરી ત્રણેય પક્ષીઓ ને પકડી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.સમગ્ર ઉ.ગુ.સહિત રાજ્યભરમાં અલીપ્ત થતી પ્રજાતિ ગીધની સંખ્યા કડીમા મોખરે છે જે સ્થાનીક જીવદયાપ્રમિઓને આભારી છે.
શહેરમા બીમાર પક્ષીઓ ના રેસ્ક્યુ માટે છેલ્લા એક સપ્તાહથી કડીના જીવદયાપ્રમિઓ વાઈલ્ડ લાઈફ વિભાગના RFO નો ફોનથી સંપર્ક કરવા છતા આજદીન સુધી ફોન રિસિવ ન કરતા તેમના બે જવાબદારી સામે કડીના જીવદયાપ્રમિઓ રોષે ભરાયેલા છે.ગુરૂવારે કડીના જીવદયાપ્રમિ રાજુભાઈ આચાર્યે વાઈલ્ડ લાઈફ વિભાગના ગુલ્લીબાજ અધિકારીઓ વિરૂદ્ધ કડી પ્રાત અધિકારી,મામલતદાર સહિતને લેખીત રજુઆત કરી તેમના વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગણી કરતા તંત્ર હરકતમા આવી ગયુ હતુ.
થોળ વાઈલ્ડ લાઈફ RFO ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી
કડી તાલુકા વાઈલ્ડ લાઈફ આરએફઓ થોળ તળાવ ખાતે આવેલી વાઈલ્ડ લાઈફ કચેરીમાં બેસી આખા તાલુકાનું સંચાલન કરે છે તેઓ કડી કચેરીમાં ક્યારે પણ મુલાકાત લેતા ના હોવાનું ધ્યાનમાં આવ્યું છે.કેટલાક પશ્ર્નોમાં વાઈલ્ડ લાઈફ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતો હોય છે પરંતુ તેઓ પોતા ઉપર કોઈ અધિકારી ના હોય એમ મનમરજીનું વર્તન કરી કોઈના પણ ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી.સરકારી અધિકારીને ફોન ના ઉપાડવાની છૂટ કોણે આપેલી છે તે ચર્ચાનો વિષય છે.