રાજકોટ : જંગલેશ્વરમાં ઘોડેસવારો દ્રારા નદીના ખુલા પટમાં હોર્સ પેટ્રોલિંગ

જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં હાલમાં કર્ફ્યુ લાગુ છે. તે વિસ્તારમાંથી આજી નદીના પટમાં થઈને થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ G.I.D.C. વિસ્તારમાં આવી શકાય તેમ હોય. જે જગ્યાએથી કોઈ પણ ઈસમ વિસ્તાર બહાર ભાગી અને બીજા વિસ્તારમાં જતા ના રહે તે માટે આ નદીના પટમાં રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ જે.સી.પી. ખુર્શીદ એહમદ સાહેબના માર્ગદર્શનથી ડી.સી.પી. ઝોન.૧ રવિ મોહન સૈની સાહેબ એ.સી.પી. એચ. એલ. રાઠોડ સાહેબ તથા પી.આઇ. જી.એમ.હડીયા પી.એસ.આઇ. જાદવ તેમજ ઘોડેસવારો દ્રારા નદીના ખુલા પટમાં હોર્સ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)