દિયોદરના કુવાતા ગામની પંચાયત ટીમ દ્વારા સેનેટ્રેઝર અને માસ્કનું વિતરણ

વિશ્વ અત્યારે કોરોનાની મહામારી સંકટ મા આવ્યું છે ત્યારે જિલ્લામા કોરોનાના વધતા જતા પોઝીટીવ કેશના કારણે લોકો ચિંતિત બન્યા છે.. ત્યારે ગામે ગામ સરપંચો, તલાટીઓ અને ગામ આગેવાનો, યુવાનો, સેવાભાવી સંસ્થા કામે લાગી છે ત્યારે, આપણા ગામની આપણે ચિંતા કરવી પણ યોગ્ય છે. ત્યારે, આવુંજ ઉમદાકાર્ય દિયોદર તાલુકાના કુવાતા ગામે સરપંચ વિહાજી ઠાકોર, ડે. સરપંચ દીપકભાઈ ત્રિવેદી, તલાટી નૈતિકભાઈ સોની અને ગામલોકો અને યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કુવાંતા ગ્રામપંચાયત દ્વારા તમામ લોકોને પંચાયત દ્વાર 350 સેનેટરાઇર બોટલો અને 500 કાપડ માસ્કનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું..
રિપોર્ટ : કિશોર નાયક (બનાસકાંઠા)