રાજકોટમાં શરૂ કરાયુ હરતું ફરતું ATM : કલેકટરે આપી લીલીઝંડી

રાજકોટમાં શરૂ કરાયુ હરતું ફરતું ATM : કલેકટરે આપી લીલીઝંડી
Spread the love

લોકડાઉનની પરિસ્થિતીમાં લોકોને આર્થિક વ્યવહાર માટે રોકડ રકમની જરૂરીયાતને ધ્યાને લઇને ઘરઆંગણે રોકડની સુવિધા ઉપલબ્ધ કરાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા-રાજકોટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ મોબાઇલ A.T.M. વાનને આજરોજ કલેકટર રૈમ્યા મોહને રીબીન કાપી પ્રસ્થાન કરાવ્યું હતું. S.B.I. ના અધિકારી પાસેથી મોબાઇલ વાનની કામગીરીની વિગતો મેળવી કલેકટરશ્રી રૈમ્યા મોહને સંતોષ વ્યકત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ મોબાઇલ વાન દ્વારા લાકોને ઘરઆંગણે રોકડ વ્યવહારની સુવિધા ઉપલબ્ધ થતાં લોકડાઉનના અમલીકરણમાં વધુ સુગમતા રહેશે.

S.B.I. ના D.G.M. વિજય ગોયલે આ વિશેષ મોબાઇલ A.T.M. વાન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ મોબાઇલ A.T.M. વાન અને વહિવટીતંત્રના માર્ગદર્શન હેઠળ રાજકોટના જરૂરીયાત મુજબના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે ફરતું રહેશે. તથા લોકોને ઘરઆંગણે રોકડ વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ તકે નિવાસી અધિક કલેકટર પરીમલ પંડયા. S.B.I. ના આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી હર્ષદ ખેતાણી સહિત બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200423-WA0008.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!