મહેમદાવાદ તાલુકાના સિંહુજ નજીક ટેમ્પી નીચે દબાયેલા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

Spread the love

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના સિંહુજ નજીક રોડ પરથી પસાર થઈ રહેલ એક ટેમ્પીના ચાલકે એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટેમ્પી પલ્ટી ખાઈ ગટરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ટીમ્પી નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાગ્રસ્ત બનેલા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં ન્યુ શોરોકનગર પાસે આવેલ રાજીવનગર સોસાયટીમાં રહેતાં ધર્મેશભાઈ અમરસિંહ ચાવડા આજરોજ વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં પોતાની લોડીંગ ટેમ્પી નં જીજે 07 વાયવાય 6405 માં નડિયાદથી મચ્છી ભરી સિંગરવા ગામે જવા નીકળ્યાં હતાં. દરમિયાન તેઓ મહેમદાવાદ તાલુકાના સિંહુજ ગામની સીમમાં આવેલ ડિફર તળાવ નજીક વળાંકમાંથી પસાર થતાં હતા તે વખતે એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટેમ્પી પલ્ટી ખાઈ રોડની સાઈડમાં આવેલ ગટરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ટેમ્પી નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાગ્રસ્ત બનેલા ધર્મેશભાઈ અમરસિંહ ચાવડા (ઉં.વ 27) નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ.

રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!