ખેડા જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઇની તારીખો લંબાઇ

Spread the love

નડિયાદ,
જિલ્લા તિજોરી કચેરી, નડિયાદ તથા તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA સ્કીમ હેઠળ(બેંક મારફત) પેન્શન મેળવતા તમામ પેન્શનરોને જણાવવામાં આવ્યું છે કે, હાલ COVID-19 ના સંજોગોને ધ્યાનમાં રાખીને દર વર્ષ મે, જુન, જુલાઇ માસમાં થતી હયાતીની ખરાઇ તારીખને બદલી સરકારે નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક-તજર-૧૦૨૦૧૪-૧૬૭૧-ઝ, તા.૨૯-૦૪-૨૦૨૦ થી દર્શાવ્યા મુજબ જુન, જુલાઇ, ઓગષ્ટ માસમાં(તા.૦૧-૦૬-૨૦૨૦ થી તા.૩૧-૦૮-૨૦૨૦) દરમ્યાન સંબંધિત બેંકમાં રૂબરૂ જઇને હયાતીની ખરાઇ કરાવવાની રહેશે તેમજ આ સમય મર્યાદામા હયાતીની ખરાઇ કરાવવામાં પેન્શનર નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં સપ્ટેમ્બર-૨૦૨૦ના માસથી પેન્શનની રકમનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે.

આ જોગવાઇ માત્ર સને ૨૦૨૦ એટલે કે આ ચાલુ વર્ષ પુરતી અમલી રહેશે. વધુમાં જણાવ્યું છે કે, સરકારશ્રી દ્વારા પેન્શનરોને હયાતીની ખરાઇ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડીજીટલ લાઇફ સર્ટીફીકેટની પધ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે. ડીજીટલ લાઇફ સર્ટીફિકેટ પધ્ધતિ મુજબ ઓનલાઇન હયાતીની ખરાઇ કરાવવા માટેની સુવિધા વેબસાઇટ એડ્રેસ www.jeevanpraman.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ સુવિધાનો લાભ લેવા માટે પેન્શનર પાસે આધારકાર્ડ હોવું જરૂરી છે. જેની સર્વે પેન્શનરોએ નોંધ લેવા તિજોરી અધિકારીશ્રી, નડિયાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!