રાજકોટ : પરપ્રાંતીય માટેની બીજી ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ઉઠાવીને સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કર્યું

રાજકોટ : પરપ્રાંતીય માટેની બીજી ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ઉઠાવીને સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કર્યું
Spread the love

આજે બીજી ટ્રેન ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ છે. આ ટ્રેન મારફતે પણ ૧૨૦૦ શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. અને આ ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ભોગવીને સેવા પરમો ધર્મની ઉક્તિને સાર્થક કરી બતાવી છે. વહેલી સવારે આ ટ્રેનને અધિક કલેકટર પરિમલ પંડ્યાએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. રાજકોટ થી યુપીના બલિયા સુધી એક ટ્રેન દોડાવવામાં આવી હતી. જેમાં ૧૨૦૦ મજૂરોને વતન મોકલવામાં આવ્યા હતા. આ ટ્રેનનો રૂ.૮ લાખથી વધુનો ખર્ચ કાનુડા મિત્ર મંડળે ઉઠાવ્યો હતો. અને સાથોસાથ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા પણ કરી હતી. આજે ફરી વધુ એક ટ્રેન બલિયા સુધી દોડાવવામાં આવી હતી અને આ ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ઉઠાવ્યો હતો. અને ફૂડ પેકેટની સાથે બાળકો માટે રમકડાંની પણ વ્યવસ્થા કરી હતી. આ વેળાએ અધિક કલેકટર પરીમલ પંડ્યા. ડી.સી.પી. ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200506-WA0006.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!