મહેમદાવાદ : લોકડાઉનનો ભંગ કરી પાન-મસાલા, ગુટખાનું વેચાણ કરતો ઈસમ પકડાયો
- દુકાનમાંથીગુટખાની ખરીદી કરી લઈ જતાં ઈસમને પણ પોલીસે દબોચ્યો
નડિયાદ : મહેમદાવાદનાખાત્રજ દરવાજા વિસ્તારમાં આવેલ કાજી મહોલ્લામાં રહેતો સાજીદમીયાંનાસીરમીયાં શેખ ગતરોજ મોડી સાંજના સમયે લોકડાઉનનો ભંગ કરી પ્લાસ્ટીકનાઝભલામાંગુટખાનીપડીકીઓ લઈ પસાર થઈ રહ્યો હતો. જેથી પોલીસની ટીમેસાજીદમીયાંને અટકાયત કરી પ્રતિબંધિત ગુટખાનીપડીકીઓ તે ક્યાંથી લાવ્યો તે અંગે પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે આ પડીકીઓખાત્રજ દરવાજા બહાર આવેલ અબ્દુલસત્તારઆદમભાઈવ્હોરાનીદુકાનમાંથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસની ટીમેસાજીદમીયાંને સાથે રાખી અબ્દુલસત્તારની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં અબ્દુલસત્તાર કોઈ પણ જાતની પરમિશન લીધાં વિના દુકાન ખુલ્લી રાખી લોકડાઉનનો ભંગ કરતો નજરે પડ્યો હતો. પોલીસે દુકાનની તલાશી લેતા દુકાનમાંથી પાન-મસાલા, ગુટખા, તમાકુ, બીડી, ચુનાના પાઉચ સહિતનો પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અબ્દુલસત્તારનીદુકાનમાંથી રૂ.10,320 નો પાન-મસાલા, ગુટખાનો જથ્થો તેમજ સાજીદમીયાં પાસેથી મળી આવેલ રૂ.50 કિંમતની 10 નંગ ગુટખાનીપડીકીઓ મળી કુલ રૂ.10,370 નો મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમોવિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)