ત્રણ જણાંએ ભેગા મળી ખેતરમાલિકને માર મારતાં પોલીસમાં ફરીયાદ
નડિયાદ : કપડવંજ તાલુકાના દહીંઅપ ગામની હાઈસ્કુલ પાછળ રહેતાં ઈન્દ્રવિજયસિંહ ઉર્ફે ભુરોરામસિંહ ઝાલાનું ગામની સીમમાં ખેતર આવેલું છે. આ ખેતરની બાજુમાં રહેતાં રતનસિંહ ઉર્ફે મુકેશ સોમાભાઈ પરમારે ગત તા.21-4-20 ના રોજ ઈન્દ્રવિજયસિંહના ખેતરમાં ઢોર છુટ્ટા મુકી દીધાં હતાં. જેને લઈ ખેતરમાં કરેલા બાજરીના પાકને નુકશાન પહોંચ્યું હતું. આની જાણ ઈન્દ્રવિજયસિંહને થતાં તાત્કાલિક ખેતર પહોંચ્યાં હતાં. અનેરતનસિંહને ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલા રતનસિંહે ગમેતેમ અપશબ્દો બોલી ઈન્દ્રવિજયસિંહ સાથે ઝઘડો કર્યો હતો. બંને વચ્ચે તુતુ…મેમે બાદ ઝઘડો ઉગ્ર બનતાં ઝપાઝપી થવા લાગી હતી.
દરમિયાન રતનસિંહની પત્નિ ધર્મિષ્ઠાબેન અને ભત્રીજો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કિરીટ નાગજીભાઈપરમાર ત્યાં દોડી આવ્યાં હતાં. અને ઈન્દ્રવિજયસિંહનેગડદાપાટુનોમારમારીઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ઈન્દ્રવિજયસિંહ ઉર્ફે ભુરોરામસિંહ ઝાલાની ફરીયાદને આધારે કપડવંજ રૂરલ પોલીસે રતનસિંહ ઉર્ફે મુકેશ સોમાભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કિરીટ નાગજીભાઈપરમાર અને ધર્મિષ્ઠાબેન રતનસિંહ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)