અંબાજી NSUI દવારા જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું

શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે હાલ મા સમગ્ર દેશમાં લોક ડાઉન ચાલુ હોઈ લોકો ઘરો માં કેદ થઈ કોરોના વાઇરસ ને માત આપી રહ્યા છે ત્યારે બીજી તરફ સેવાકીય પ્રવૃતિઓ કરતા લોકો પણ લોક ડાઉન મા પોતાની સેવા કરી રહ્યા છે અંબાજી ખાતે છેલ્લા 13 દિવસ થી એન એસ યુ આઈ દવારા જરૂરિયાત મંદ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી ખાતે છેલ્લા 50 દિવસથી લોકો ના રોજગાર બંધ પડ્યા છે ત્યારે લોકો ને ઘર ચલાવવામાં ભારે તકલીફ પડી છે ત્યારે રોજ કમાતા લોકો માટે ભારે તકલીફ ઊભી થઈ છે ત્યારે અંબાજી ખાતે એન એસ યુ આઈ ટીમ અંબાજી દ્વારા લોકો ને ભોજન આપવામાં આવ્યું હતું સંજય યાદવ એ આ બાબતે મીડિયા ને માહિતી આપી હતી.