ગાંધીનગર અને કલોલ શહેરમાં સંપૂર્ણ લોક ડાઉનની અમલવારી કરવા માટે જિલ્લા કલેકટરનો આદેશ

Spread the love
  • ગાંધીનગર અને કલોલ શહેરમાં સંપૂર્ણ લોક ડાઉન તા.૧૦મી મે સવારના ૬.૦૦ કલાક થી તા. ૧૭મી મેના રોજ સાંજના ૬.૦૦ કલાક સુધી રહેશે.

ગાંધીનગર,
ગાંધીનગર શહેર અને કલોલશહેર માં કોરોના પોઝિટીવ કેસમાં વધારો થતા જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય દ્વારા ગાંધીનગર અને કલોલ શહેરમાં સંપૂર્ણ લોક ડાઉનની અમલવારી માટેની સૂચના આપી છે.

સંપૂર્ણ લોક ડાઉનની અમલવારી માટે જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં જણાવવામાં આવ્યું છે કે, ગાંધીનગર શહેર અને કલોલ શહેરમાં છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં અચાનક વધારો થયો છે. આજે કલોલ શહેરમાં ૬ કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે. આ ગાંધીનગર અને કલોલ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટેના ઉમદા આશયથી આજે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા.કુલદીપ આર્ય દ્વારા સંપૂર્ણ લોક ડાઉન કરવા માટે સ્થાનિક તંત્રને હુકમ કર્યો છે. આ હુકમની અમલવારી તા. ૧૦મી મે, ૨૦૨૦ને સવારના ૬.૦૦ કલાકથી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર અને કલોલમાં સંપુર્ણ લોક ડાઉનની અમલવારી આગામી તા. ૧૭મી મે, ૨૦૨૦ના સાંજના ૬.૦૦ કલાક સુધી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર અને કલોલમાં સંપૂર્ણ લોક ડાઉન દરમ્યાન દૂધઅને દવાની દુકાનો ચાલું રહી શકશે. તેમજ સ્થાનિક તબીબોના દવાખાના અને હોસ્પિટલ પણ ખુલ્લી રાખી શકાશે, તેવું પણ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું છે. તેમજ આવશ્યક સેવાઓ ( તબીબી, કાયદો વ્યવસ્થા સહિત ) સંબંધિત સરકારી કચેરીઓ સિવાયની તમામ કચેરીઓની પ્રવૃત્તિઓ બંધ રહેશે, તેવું જણાવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!