ગાંધીનગર જિલ્લાના અમદાવાદ સરહદના ૧૦ ગામોમાં કડક લોક ડાઉનની અમલવારી કરવા આદેશ
- દશ ગામોમાં કડક લોક ડાઉનની અમલવારી, હાઉસ ટુ હાઉસ સર્વેઅને અન્ય કામગીરી માટે પાંચ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના અમદાવાદ જિલ્લાની નજીકના ગામોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લાની સરહદ પર આવેલા ૧૦ ગામોમાં કડક લોક ડાઉનની અમલવારી કરવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે કર્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લાના અમદાવાદ જિલ્લાની સરહદ પર આવેલા ગામોમાં થોડાક દિવસમાં વધારો થયો છે. જેથી ગાંધીનગર જિલ્લાના અડાલજ, ઝુંડાલ, કુડાસણ, વાવોલ, નાના-ચિલોડા, ભાટ, કોટેશ્વર, ઉવારસદ, રાયસણ અને રાંદેસણ ગામ ખાતે કડક લોક ડાઉનની અમલવારી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ગામમાં કડક લોક ડાઉનની અમલવારી કરવાના આશયથી અડાલજઅને ઝુંડાલ ગામ માટે ના.કા.ઇ. શ્રી ડી.આર.પટેલ, કુડાસણઅને વાવોલ ગામ માટે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જી.બી.જાદવ, નાના-ચિલોડા, ભાટ અને કોટેશ્વર ગામ માટે મદદનીશ પુશપાલન નિયામક શ્રી એસ.આઇ.પટેલ, ઉવારસદ ગામ માટે જિલ્લા આંકડા અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિ તથા રાયસણ અને રાંદેસણ ગામ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.એચ.પટેલની નિમણુંક કરી જવાબદારી સોંપવામાં આવી છે.
આ અધિકારીઓ થકી અધિકૃત અને અનઅધિકૃત પ્રવેશ મેળવતા ઇસમોનું તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સબ સેન્ટર ખાતે તબીબી પરીક્ષણ થાય તથા તેઓને હોમ કવોરોન્ટાઇન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ હોમ કવોરન્ટાઇન કરેલા વ્યક્તિઓસૂચનાઓની અમલવારી કરે છે કે નહીઅને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા દિવસમાં ફરજિયાત બે વાર મુલાકાત લેવામાં આવે છે કે નહિ તેની પર તકેદારી રાખશે. તેમજ હોમ કવોરોન્ટાઇન / કલસ્ટર કવોરોન્ટાઇન કેન્દ્રો ઉપર પોલીસ કર્મયોગીઓને બંદોબસત ફાળવવા નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરી વ્યવસ્થા કરાવશે. આ તમામ ગામોમાં આયુર્વેદિક ઉકાળા તથા આર્સેનિક આલ્બમ- ૩૦ દવાનું વિતરણ સુચારું રીતે કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ હાઉસ ટુ હાઉસ સર્વે આ ગામોમાં કરવામાં આવશે. તેમજ લોક ડાઉનનો ચુસ્ત પણે અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવા માટે દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવે તે અંગેની અપીલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી છે.