ગાંધીનગર જિલ્લામાં ૧૪ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા
- ૫૯ વર્ષીય મહિલાએ કોરોનાને પરાસ્ત કરતા ડિસ્ચાર્જ કરાયા
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં આજે ૧૪ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા છે. જેમાં ૭ પુરૂષ અને ૭ સ્ત્રીઓ છે. આજે ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના કોઇ દર્દીનું મોત થયું નથી. એક કોરોના પોઝિટીવ દર્દીએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર. રાવલે જણાવ્યું છે કે, તા. ૦૮મી મે, ૨૦૨૦ ના રોજ ૫.૦૦ કલાક પછી ગાંધીનગર જિલ્લામાં ૧૪ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકાના ઝુંડાલ ગામમાં ૧૦ વર્ષીય દીકરી, ૩૫ વર્ષીય યુવાન અને ૬૪ વર્ષીય પુરૂષને, વાવોલ ગામમાં ૬૦ વર્ષીય પુરૂષ અને ૨૪ વર્ષીય યુવતીને, છાલા ગામમાં ૨૪ વર્ષીય યુવતી અને રાંધેજા ગામામં ૨૫ વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ કેસ આવ્યો છે. તેમજ કલોલ શહેરમાં છ કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાં ૫૨ વર્ષીય બેમહિલાઅને ૨૭ વર્ષીય યુવતી, ૬૦અને ૫૦ વર્ષીય પુરૂષ અને ૨૯ વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો છે. માણસા તાલુકામાં બદપુરા ૩૦ વર્ષીય યુવતી ને કોરોના પોઝિટીવ કેસ આવ્યો છે.
પેથાપુરના ૫૯ વર્ષીય મહિલાએ કોરોનાને પરાસ્ત કરતાં આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં અત્યાર સુધી કોરોનાના ૭૧ કેસ નોંધાયા છે. જેમાં ૫૪ સ્ટેબલ છે. ૧૨ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૫ ના મૃત્યૃ થયા છે.
ગાંધીનગરમાં અત્યાર સુધી કુલ- ૧૫૧૧ વ્યક્તિના લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાં ૭૧ પોઝિટીવ કેસ અને ૧૪૪૦ નેગેટિવ કેસ મળ્યા છે.