આઇ-ખેડુત પોર્ટલ દ્રારા બાગાયતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ

Spread the love

હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાંણાકીય વર્ષ : ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે ફળપાક વાવતેર, સરગવાની ખેતી, પપૈયા, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબર ખાતરો, નાની નર્સરી, ટુલ્સ ઇક્વિપમેન્ટ, શોર્ટીંગ ગ્રેડિંગના સાધનો, પેકિંગ મટેરીયલ્સ, ટ્રેક્ટર (20 PTO HP સુધીના), શાકભાજી પાકોના હાયબ્રીડ બિયારણ, વેલાવાળા શાકભાજી પાકોમાં ટ્રેલીઝ/મંડપ, ફુલપાકોના વાવેતર, પ્લગ નર્સરી, પ્લાસ્ટીક મલ્ચીંગ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, બટાકામાં શોર્ટીંગ ગ્રેડિંગ યુનિટ, પેકહાઉસ, કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકોમાં સહાય મેળવવા માંગતા ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદા વધારી ૩૧ મે ૨૦૨૦ સુધી કરવામાં આવી છે.

સામાન્ય જાતિના, અનુ. જાતિ તેમજ અનુ. જનજાતિના ખેડુતભાઇઓને સરકારશ્રી તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓએ આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે પોર્ટલ બંધ થયાથી દિન-૭માં નાયબ બાગાયત નિયામકની કચેરી, હિંમતનગર ખાતે રજુ કરવાની રહેશે. સામાન્ય રીતે, ખેડુતભાઇઓ અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજુર કે સહાય મેળવવામાં વિલંભ થાય છે જેની નોંધ લેવી.

હાલમાં આ વેબપોર્ટલ તા.૩૧ મે ૨૦૨૦ સુધી અરજી કરવા માટે શરૂ રાખવામાં આવેલ હોય ખેડુતો ભાઇઓને જે ઘટકોમાં સહાય લેવી હોય તેવી એક કે વધુ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!