જૂનાગઢ શાકભાજી યાર્ડમાં લોકડાઉનમાં હરરાજી યથાવત
- ૬૩૬ કવિન્ટલ બટાટાની આવક
જૂનાગઢ : લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તેની પ્રશાસન દ્વારા કાળજી લેવામાં આવે છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં લીલા શાકભાજી ઉપરાંત ડુંગળી બટાટાનો પુરવઠો જળવાઈ રહે તે માટે જૂનાગઢ સ્થિત શાકભાજી સબયાર્ડમાં નિયમીત હરરાજી કરવામાં આવે છે. યાર્ડના સતાવાળાઓના જણાવ્યા અનુસાર, તા.૧૧ ના રોજ બટાટાની આવક ૬૩૬ કિવન્ટલ થઈ છે. જ્યારે ડુંગળી ૨૨૯ કિવન્ટલ, ટમેટાં ૧૫૧ કિવન્ટલ, તેમજ અન્ય લીલા શાકભાજીની આવક ૧૦૯ કિવન્ટલ નોંધાઈ છે. શાકભાજી યાર્ડમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સાથે વેપારીઓ દ્વારા આરોગ્યના માપદંડો જાળવવા પૂરતી તકેદારી લેવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ