હિંમતનગર નગરપાલિકા દ્રારા 8300 રૂ. દંડ વસૂલાયો

Spread the love
  • માસ્ક ન પહેરનારા ૩૩ લોકો અને જાહેરમાં થુંકનારા ૩૩ લોકો દંડાયા

હિંમતનગર નગરપાલિકા દ્રારા કોરોના વાયરસના સંક્ર્મણ રોકવા માટે તકેદારીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં થુંકવા તેમજ માસ્ક ના પહેરવા માટે દંડની જોગવાઇ કરવામાં આવી છે. જે અનુસાર હિંમતનગરમાં નાગરપાલિકા દ્રારા ૬૬ લોકો પાસેથી ૮૩૦૦ રૂ. દંડ વસુલાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં માસ્ક ફરજીયાત છે અને માસ્ક ના પહેરનાર પાસેથી રૂ. ૨૦૦ના દંડની જોગવાઇ છે.

આ હાલ કોરોના વાયરસના સંક્ર્મણનો ફેલાવો રોકવાનો સૌથી ઉત્તમ ઉપાય માસ્ક પહેરવુ અને વારંવાર સાબુથી હાથ ધોવા તેમજ સ્વચ્છતા રાખવી જેવા ઉપાયો જરૂરી બન્યા છે માટે સાબરકાંઠા જિલ્લામાં માસ્ક ફરજીયાત છે. નગરપાલિકા વિસ્તારમાં માસ્ક ન પહેરનાર પર ૩૩ લોકો પાસેથી ૬૬૦૦ રૂ. અને જાહેરમાં થુંકનાર ૩૩ લોકો પાસેથી ૧૭૦૦ રૂ. દંડ વસૂલાયો હતો. આમ હિંમતનગર નગરપાલિકા દ્રારા કોરોનાના સંક્ર્મણને રોકવા માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુકનાર લોકોને કડકાઇથી દંડ વસૂલવામાં આવે છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Kuldip

9909969099
Right Click Disabled!