નડિયાદ : એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે ઈસમો ઝડપાયા
નડિયાદમાં આવેલ નાનાકુંભનાથ રોડ પરથી એક્ટિવા નં જીજે 07 સીપી 9240 લઈ જતાં બે ઈસમો વિદેશી દારૂની હેરાફેરી કરતાં હોવાની બાતમીને આધારે નડિયાદ ટાઉન પોલીસે વોચ ગોઠવી એક્ટિવાને રોક્યું હતું. અને એક્ટિવા પર સવાર મિતેષભાઈ ઉર્ફે ભોલો જયેશભાઈ બારોટ (રહે.નવારાવપુરા, નડિયાદ) અને અંકિતભાઈ ભરતભાઈ રાવ (રહે.રાવપુરા, નડિયાદ) ની અટકાયત કરી હતી.
ત્યારબાદ પોલીસે એક્ટિવાની તલાશી લેતાં તેની ડિકીમાંથી એક નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ કિંમત રૂ. 500 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.15,000 મળી કુલ રૂ.15,500 નો મુદ્દામાલ કબ્જે લઈ દારૂની હેરાફેરી કરતાં પકડાયેલા મિતેષભાઈ બારોટ અને અંકિતભાઈ રાવ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)